ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે ચાલુ વર્ષે તેમણે મુંબઈ શહેરમાં મોજૂદ નાળાંઓમાંથી ૯૦ ટકા કચરો કાઢી લીધો છે. આ આંકડાના આધારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરી છે કે ચાલુ વર્ષે મુંબઈમાં પાણી નહીં ભરાય.
પાલિકાના આંકડા મુજબ મુંબઈ શહેરમાં 96%, પૂર્વ ઉપનગરમાં 91%, પશ્ચિમ ઉપનગરમાં 94% નાળાં સાફ થઈ ગયાં છે.
આ ઉપરાંત જે જગ્યાએ પ્રતિવર્ષ પાણી ભરાય છે એ જગ્યાઓ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ બધાં કામને આધારે પાલિકાએ દાવો કર્યો છે કે ચાલુ વર્ષે મુંબઈમાં પાણી નહિ ભરાય.
જોકે પાલિકાના દાવાથી બિલકુલ વિપરીત એમ થોડા દિવસ અગાઉ જ્યારે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે મુંબઈ શહેર આખેઆખું જળબંબાકાર થઈ ગયું હતું.
