ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે ફરી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ગુરુવારે 13,702 નવા કોરોનાના કેસ મળી આવ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં 13,702 નવા કોરોના કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નીપજ્યા છે. મુંબઈમાં નવા કેસ સામે આવ્યા પછી સંક્રમણના કેસ વધીને 9,69,989 થઈ ગયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,420 થઈ ગયો છે. આ દરમિયાન 20,849 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા પણ હવે 8,55,811 પર પહોંચી ગઈ છે અને મુંબઈનો રિકવરી રેટ 87 ટકા યથાવત રહ્યો છે. મુંબઈમાં હાલમાં 95,123 સક્રિય દર્દી છે.ગઈ કાલે પૉઝિટિવિટી રેટ બુધવારની સરખામણીએ 3 ટકા ઘટ્યો છે.
ગુરુવારે 63 હજાર 031 ટેસ્ટ બાદ 13 હજાર 702 નવા દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી 11,510 દર્દીઓ એસિમ્પટમેટિક છે અને દિવસ દરમિયાન 871 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 127 દર્દીઓને ઓક્સિજન બેડની જરૂર પડી હતી.
- ઉલ્લેખનીય છે કે એક દિવસના ઉછાળા બાદ આજે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. આ સાથે કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે જનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.