ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈના દાદર વિસ્તારમાં કપડાંના વેપારી કમલ શાહ સાથે ચાર દિવસ પહેલા દાદરની પોલીસે કરેલી ગેરવર્તણૂક બાદ વેપારીઓ હજી વીફર્યા છે. વેપારી સંગઠનોએ આ ઘટનાની ટીકા કરી વિરોધ કર્યો હતો. વેપારીઓએ કહ્યું હતું કે પોલીસની દાદાગીરીને તાબે હવે નહીં થઈએ. હવે આ મામલે મુંબઈના પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.
આ બાબતે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું છે કે “મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આ મામલની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.” કમલ શાહ સાથે થયેલી ગેરવર્તણૂક બાદ ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશને પોલીસ કમિશનર, મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરેને ફરિયાદ કરી હતી.
મુંબઈ પોલીસ દળમાં 8 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા આટલા પોલીસ અધિકારીઓની થશે બદલી ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે સરકારના પ્રતિબંધોને કારણે પહેલાંથી વેપારી વર્ગ પરેશાન છે. તેવામાં આ ઘટનાથી નારાજ વેપારીઓએ સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી હતી અને તેને પગલે સરકારે આ મામલે નમતું જોખવું પડ્યું છે.