204
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈની અનેક હાઉસિંગ સોસાયટીમાં ફાયર ઓડિટ સંદર્ભે ફરિયાદો સામે આવી રહી છે. લોકોની રાય છે કે ફાયર ડિપાર્ટમેન્ટ સમયસર પોતાનું કામ પૂરું નથી કરતુ જેને કારણે સોસાયટીના સર્ટિફિકેટો અટકી પડે છે. બીજી તરફ કડવી વાસ્તવિકતા એ છે કે ફાયર બ્રિગેડ પાસે મનુષ્ય બળ ની કમી હોવાને કારણે તે લોકોની અરજીને સમયસર ન્યાય આપી શકતી નથી.
આવા સમયે મુંબઈ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે મુંબઈ શહેરની 32 મીટરથી ઓછી ઊંચાઇ ધરાવતી ઇમારતો નું ફાયર ઓડિટ પ્રાઈવેટ કંપનીઓ કરશે. આ ઉપરાંત જો હાઉસિંગ સોસાયટી પ્રાઇવેટ કંપની ના નિર્ણયથી સંતુષ્ટ નહીં હોય તો તેની માટે એક અપીલ કમિટી ની રચના કરવામાં આવશે.
આ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ પ્રાઇવેટ કંપનીઓના નામ શોર્ટ લિસ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. આવનાર દિવસોમાં સૂચિ સાર્વજનિક કરવામાં આવશે.
You Might Be Interested In