170
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
News Continuesની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે મુંબઈ શહેરમાં વરસાદ ગયાના ૪૮ કલાક પછી પણ રસ્તા પરથી તૂટી પડેલાં વૃક્ષોનો નિકાલ કરવામાં આવ્યો નથી તેમ જ કચરો સાફ કરવામાં આવ્યો નથી. આવું શા માટે થયું છે એ રહસ્ય છેક હવે બહાર આવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર તૂટી પડેલાં વૃક્ષો અને કચરાને ખસેડવા તેમ જ એનો નિકાલ કરવા માટે કોઈ કૉન્ટ્રૅક્ટરની નિયુક્તિ કરી નથી. ગત ત્રણ મહિનાથી જોખમી વૃક્ષો કાપવા માટે કોઈ કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવામાં આવી નથી. હવે આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપ લીડર પ્રભાકર શિંદેએ ચીમકી આપી છે કે આ માટે જો ઝડપથી પગલાં નહીં લેવાય તો ભારતીય જનતા પાર્ટી કોર્ટમાં જશે.
આમ News Continuesના સમાચાર પર મહોર લાગી છે કે મુંબઈ શહેરમાં પાલિકાનું અંધેર રાજ ચાલુ છે.
You Might Be Interested In