ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
પોલીસ વિભાગ દ્વારા હંમેશાં અપીલ કરવામાં આવે છે કે દુકાનોમાં અને સોસાયટીમાં સુરક્ષાના હેતુસર CCTVકૅમેરા લગાવવામાં આવે, પરંતુ હવે ચોર પણ આ વાતથી વાકેફ થઈ ગયા છે. એથી ઘણી વાર ચોર CCTVનું ડિજિટલ વીડિયો રેકૉર્ડર (DVR) પણ સાથે જ ચોરી જાય છે. આવો જ એક કિસ્સો મુલુંડમાંથી પણ સામે આવ્યો છે.
હકીકતે મુલુંડ પશ્ચિમમાં એમ.જી. રોડ પર આવેલા એક ગૅરેજમાં ગઈકાલે ચોરી થઈ હતી. ચોર માલમિલકત સાથે DVR પણ સાથે લઈ ગયો હતો. આ ઘટનામાં ૪૨,૦૦૦ રૂપિયાની રોકડ રકમ, બે લૅપટૉપ ચોરી થયાં હતાં. હરભોલે ઑટો મોબાઇલ્સમાં આ ઘટના બની હતી. પોલીસથી બચવા માટે ચોરે આ કીમિયો અજમાવ્યો છે.
દહિસરમાં જ્વેલર્સ લૂંટ અને મર્ડરનો મામલો ગણતરીના કલાકોમાં ઉકેલાયો, આરોપીઓની ધરપકડ; જાણો કેસ કઈ રીતે સૉલ્વ થયો, જાણો વિગત
આ અંગે ગૅરેજના માલિક અજય ગિરિએ એક મીડિયા હાઉસને જાણવું હતું કે “આશરે દોઢ મહિના અગાઉ પણ મારી બાજુમાં આવેલી ત્રણ દુકાનોમાં ચોરી થઈ હતી, જેના આરોપીઓ હજી ઝડપાયા નથી.” ઉલ્લેખનીય છે કે હવે આ પ્રકારની ઘટનાથી પોલીસ માટે પણ ચોરને પકડવા એ મોટો પડકાર બની ગયો છે.