Site icon News Continuous Bureau | Mumbai

વાવાઝોડાને કારણે તૂટી પડેલાં વૃક્ષો હજી ત્યાંનાં ત્યાં જ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

તાઉતે વાવાઝોડાને કારણે માયાનગરી મુંબઈમાં અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યાં હતાં. જમીનદોસ્ત થયેલાં આ વૃક્ષોને લીધે કેટલાક મુંબઈગરાઓની માલમતાને નુકસાન પહોંચ્યું હતું, તો કેટલીક જગ્યાએ રસ્તા બ્લૉક થઈ ગયા હતા.

વાવાઝોડાને કારણે મુંબઈમાં ત્રણ જ્યારે થાણે, પાલઘર જિલ્લામાં પાંચ નાગરિકોનાં મોત થયાં હતાં. સીએસ‌એમટી અને કલ્યાણ સેક્શનના ઓવરહેડ વાયર પર ઝાડ તૂટી પડ્યું હોવાને લીધે ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. વળી ક્યાંક દુકાનોનાં હોર્ડિંગ્સ અને બૅનર પણ વૃક્ષોનાં શિકાર બન્યાં હતાં.

આટલી આપદા થઈ હોવા છતાં નોંધવા જેવી વાત એ છે કે બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને હજી સુધી અનેક ઠેકાણેથી ખાસ કરીને રસ્તા પર તૂટી પડેલાં વૃક્ષો હટાવ્યાં નથી, જેને લીધે સામાન્ય જનતાને અવરજવરમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સુધરાઈ ક્યારે જાગશે અને ક્યારે આ દિશામાં કામ કરશે એ તો તેઓ જ જાણે, પણ નાગરિકોને તકલીફ થઈ રહી છે એ વાત પાક્કી.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version