ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
ગત બે કે ત્રણ દિવસથી કોરોના ના દર્દીઓને ભારે તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના માટે જરૂરી એવી રેમડેસિવીર અને ટોસિલીઝુમેબ જેવી દવાઓ ફાર્માસ્યુટિકલ દુકાનો અને સ્ટોકિસ્ટો પાસે નથી. આ સંદર્ભે રેમડેસિવર કંપની સાથે જોડાયેલા વ્યક્તિએ ન્યુઝ કંટીન્યૂઝ ને જણાવ્યું કે હાલ અમારી પાસે જેટલી દવાઓ છે તે બધી સરકારે લઈ લીધી છે. તેમજ આ કામ માટે નોડલ ઓફિસર એ કલેકટર છે. આ ઉપરાંત જે તે જગ્યાની મહાનગરપાલિકાએ પોતાના વિસ્તારમાં મેડીકલ ઓફિસરોની નિયુક્તિ કરી છે. આથી જે કોઈ વ્યક્તિને દવા જોઈતી હોય તેમણે સરકારી ચેનલ થી જવું પડશે.
બીજી તરફ હોસ્પિટલો દવા માટે દર્દીઓ પર જવાબદારી નાખી દે છે. તેમનું કહેવું છે કે અમારી પાસે દવા ન હોવાને કારણે દર્દીએ પોતાની રીતે દવાને લાવવી પડશે.
હવે સવાલ એ ઉભો થાય છે કે હોસ્પિટલ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના નોડલ ઓફિસર નો સંપર્ક કેમ નથી કરવામાં આવતો? પ્રાપ્ત માહિતી મુજબ જે હોસ્પિટલમાં દવા ખુટી જાય તે હોસ્પિટલ એ મુંબઈ મહાનગરપાલિકા અને સરકારી કચેરીનો સંપર્ક કરવાનો છે અને સરકારી કચેરી દ્વારા દવા સીધી હોસ્પિટલ ને પહોંચાડવામાં આવશે.
આમ એક તરફ મેડિકલ કંપની સાથે જોડાયેલા લોકો દવાની સપ્લાય અટકવા બદલ સરકારને દોષી ગણાવી રહી છે ત્યારે બીજી તરફ હોસ્પિટલો દ્વારા સરકારને રજૂઆત નથી થઈ રહી અને દવાનો સપ્લાય પણ બંધ છે.
મુંબઈમાં લોહીની તીવ્ર અછત, કોરોના ગ્રસ્ત ઓની પ્લાઝમા થેરાપી બંધ.
