ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 15 એપ્રિલ 2021.
ગુરૂવાર.
ગત ફેબ્રુઆરી મહિનાથી મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રશાસન અને વિશેષજ્ઞનો આ વધતી સંખ્યાને અટકાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. હાલમાં મુંબઈમાં એક્ટિવ કોરોના કેસ 86,866 થી પણ વધારે છે. માટે પ્રાથમિક સારવાર અર્થે પણ લોકો હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. કોરોનાના ગંભીર લક્ષણો ન હોવા છતાં અને દર્દીઓ તેમના રિપોર્ટ નેગેટિવ આવે ત્યાં સુધી હોસ્પિટલના બેડ પર કબજો કરી રાખે છે. આજ કારણસર મુંબઈમાં હોસ્પિટલના બેડ ની અછત સર્જાઈ ગઈ છે. આવા દર્દીઓ માટે મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની બે પાંચ સિતારા હોટલ અને બીકેસીમાં ક્વોરેન્ટાઇન માટે 50 બેડની સુવિધા કરવામાં આવી છે. મુંબઈમાં ICU અને વેન્ટિલેટરની અછત ન સર્જાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ICU બેડની અછતના મુદ્દે ખાનગી મેડિકલ કંપનીઓ એ કોરોના સંક્રમિત દર્દીના ઘરે જ ICU બેડની વ્યવસ્થા કરવાની પરવાનગી પાલિકા પાસેથી મેળવી લીધી છે.
મોદીના મીડિયા પ્લાનિંગને જવાબ આપવા કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી.