ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
પર્યટકો માટે બહુ જલદી મુંબઈમાં નવું પર્યટન સ્થળ બનવાનું છે. દક્ષિણ મુંબઈમાં આવેલી પ્રખ્યાત વરલી ડેરીની જગ્યા પર આંતરરાષ્ટ્રીય પર્યટન કૉમ્પ્લેક્સ બનાવવામાં આવવાનું છે.
મહારાષ્ટ્ર સરકારે વરલી ડેરીની જગ્યા પર ‘મરીન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ એક્વેરિયમ અને એક્ઝિબિશન સેન્ટર’ બનાવવાની છે. તે મુજબ વરલી ડેરીની જગ્યા પર પર્યટન કૉમ્પ્લેક્સ અને મત્સ્યાલય માટે જગ્યા રિઝર્વ કરવામાં આવવાની છે. તે માટે મુંબઈ મનપાની સુધાર સમિતિમાં પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે.
મુંબઈના વોર્ડની ફેરરચનાને લઈને ભાજપે કર્યો આ આક્ષેપ; જાણો વિગત
રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેનો આ ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે અને વરલી તેમનો મત વિસ્તાર પણ ગણાય છે. તેથી વરલી ડેરીની જગ્યા પર પર્યટન કૉમ્પલેક્સ ઊભું કરવામાં આવવાનું હોવાનું માનવામાં આવે છે.