ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
મુંબઈ રેલવે પોલીસે મંગળવારે એક ચોરની ધરપકડ કરી છે. આ ચોર મુસાફરોના સામાનમાંથી કીમતી ચીજવસ્તુઓ પર પોતાનો હાથ સાફ કરતો હતો. આ ચોર સામે કલ્યાણ પોલીસ સ્ટેશન ઉપરાંત પાલઘર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો હતો. ઘણા સમયથી આ ચોર રેલવે પોલીસના રડાર પર હતો અને આખરે આજે મુંબઈ રેલવે પોલીસના સકંજામાં આવી ગયો છે.
આ અંગેની માહિતી આજે મુંબઈ રેલવે પોલીસના આધિકારિક ટ્વિટર હૅન્ડલ દ્વારા આપવામાં આવી હતી. ટ્વીટમાં જણાવાયું છે કે “મુંબઈ રેલવે પોલીસે એક ચોરને પકડ્યો છે, જે ટ્રેનમાં પવાસ કરતા મુસાફરનો સામાન ખોલી અને એમાંથી કીમતી ચીજોની ચોરી કરતો હતો.” પોલીસે કુલ ૯.૭૯ લાખની કીમતી ચીજવસ્તુઓ આ ચોર પાસેથી જપ્ત કરી છે.
કાંદિવલીના નકલી વેક્સિનેશનના પ્રમુખ આરોપી ડૉક્ટરનું આત્મસમર્પણ;જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ ચોર સામે કલ્યાણમાં નોંધાયેલા ગુનામાં ૨.૬૩ લાખની મિલકત ચોરી કરવાનો આરોપ હતો, તો બીજી તરફ પાલઘરમાં ૭.૧૬ લાખના સામાનની ચોરી કરવાનો આરોપ છે.