ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
મુંબઈમાં વેક્સિનના બંનેને ડોઝ મેળવેલ લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવાની માગણી સાથે ભાજપના ધારાસભ્ય મનોજ કોટકે ‘સહી’ ઝુંબેશ ચલાવી છે. મનોજ કોટકે ભાંડુપ સ્ટેશનની બહાર આ ઝૂંબેશ ચલાવી હતી. રસીના બંને ડોઝ મેળવી ચુકેલા લોકોને મુંબઈની જીવાદોરી સમી લોકલ ટ્રેનમાં મુસાફરીની પરવાનગી આપવાની માંગણી પર લોકોની પણ સહી લેવામાં આવી હતી.
આ સંદર્ભે મનોજ કોટકે ટ્વીટ કરી લખ્યું હતું કે “રસીના બંને ડોઝ લીધેલા લોકોને લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકે તે માટે સામાન્ય લોકોના હિતમાં ભાંડુપ રેલવે સ્ટેશન પર સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.” આ સાથે તેમણે ફોટા પણ શેર કર્યા હતા જેમાં દેખાય છે કે લોકલ ટ્રેન બંધ હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહેલા સામાન્ય લોકો આ ઝુંબેશ અંતર્ગત માગણી પર પોતાની સહી કરતા હતા.
મુંબઈની આ ગુજરાતી છોકરીની બારમા ધોરણમાં ઝળહળતી સફળતા; ICSE બોર્ડમાં મેળવ્યા ૯૯%, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં લોકલ ટ્રેન મુદ્દે હવે ભાજપ આક્રમક થયું છે. આ અગાઉ રવિવારે બોરીવલી સ્ટેશનની બહાર પણ ભાજપના નેતા પ્રવીણ દરેકરે કોરોના પ્રતિબંધાત્મક રસીના બંને ડોઝ મેળવેલ લોકોને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવા હેતુ આંદોલન છેડ્યું હતું.