Site icon

China Kabutar: જાસુસ હોવાની શંકામાં અટકાયત કરેલ આ ચાઈનીઝ કબૂતર મૂક્તિની આશમાં આટલા મહિનાથી છે પાંજરામાં કેદ.

China Kabutar: જાસૂસ હોવાની આશંકાથી પીરપાવ જેટ્ટીમાંથી જપ્ત કરાયેલા એક ચાઈનીઝ કબૂતરને 8 મહિનાથી બૈલઘોડા હોસ્પિટલમાં પાંજરામાં પુરી રાખવામાં આવ્યું છે. જો કે આ ચાઈનીઝ કબૂતર હવે મુક્તિની રાહ જોઈ રહ્યું છે, પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી તેની મુક્તિ માટે કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી.

This Chinese pigeon, detained on suspicion of being a spy, has been imprisoned in a cage for so many months in the hope of release.

This Chinese pigeon, detained on suspicion of being a spy, has been imprisoned in a cage for so many months in the hope of release.

News Continuous Bureau | Mumbai 

China Kabutar: મુંબઈ પોલીસ દ્વારા જાસૂસ હોવાની આશંકાથી પીરપાવ જેટ્ટીમાંથી જપ્ત કરાયેલા એક ચાઈનીઝ કબૂતરને ( Chinese pigeon ) 8 મહિનાથી બૈલઘોડા હોસ્પિટલમાં પાંજરામાં પુરી રાખવામાં આવ્યું છે. જો કે ચાઈનીઝ કબૂતર હવે મુક્તિની રાહ જોઈ રહ્યું છે, પરંતુ પોલીસ ( Mumbai Police ) દ્વારા હજુ સુધી તેની મુક્તિ માટે કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી. આ વિદેશી મહેમાનની પરેલની બૈલઘોડા હોસ્પિટલમાં તબીબો દ્વારા યોગ્ય રીતે કાળજી લેવામાં આવી રહી છે અને અહીંના તબીબોને આશંકા છે કે આ તોતિંગ કબૂતર કોઈ અન્ય પક્ષીઓના જુથને બીમારીનો શિકાર બનાવી શકે છે. 

Join Our WhatsApp Community

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ ( CISF ) પાસે પીરપાવ જેટ્ટી ( pir pau jetty ) પર સુરક્ષા વ્યવસ્થા છે, જે પૂર્વ ઉપનારમાં ચેમ્બુરના RCF પોલીસ અધિકારક્ષેત્ર હેઠળ છે. 17 મે, 2023 ના રોજ, અહીં સીઆઈએસએફના જવાનોને એક કબૂતર ઘાયલ અવસ્થામાં મળ્યું હતું, જે તાઈવાનના જહાજમાંથી આવ્યું હોવાની શંકા હતી. આ કબૂતરના એક પગમાં તાંબાની વીંટી અને એક પગમાં ચિપ ગોઠવાયેલી હતી. તેમ જ બન્ને પાંખો પર લાલ અને લીલા રંગના અક્ષરોમાં ચીની ભાષામાં કોઈક સંદેશ પણ લખવામાં આવ્યો હતો. તેથી આરસીએફના જવાનોને શંકા હતી કે આ કબૂતરને ચીનથી જાસૂસી માટે મોકલવામાં આવ્યું છે.

 આ કબૂતર રેસિંગ માટેનું કબૂતર છે, જે તાઈવાનથી ( Taiwan ) અહીં આવ્યુ છે…

ત્યાર બાદ આરસીએફ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચાઈનીઝ કબૂતરને અટકાયતમાં લીધુ હતું અને, તેના પગ પરની વીંટી અને બીજા પગમાંથી ચીપ કાઢી, કબૂતરની પાંખનો ફોટો લઈ ફોરેન્સિક લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને કબૂતરને સારવાર માટે પરેલના બૈલઘોડા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પૂર્વ ઉપનગરોમાં ચેમ્બુર, ગોવંડી, ટ્રોમ્બે, ભાભા એટોમિક પાવર પ્લાન્ટ, ભારત પેટ્રોલિયમનો મોટો પ્લાન્ટ, નેશનલ ફર્ટિલાઇઝર અત્યંત સંવેદનશીલ કેન્દ્રો હોવાથી, કબૂતરની પાંખ પર ચીની ભાષામાં સંદેશાઓ મળી આવતા આ વિસ્તારમાં તપાસ વધારવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : China Boarding School Fire: ચીનમાં મોટી દુર્ઘટના, બોર્ડિંગ સ્કૂલ હોસ્ટેલમાં વિસ્ફોટક આગ; આટલા લોકોના થયા મોત..

દરમિયાન ચીની કબૂતરને પરેલની બૈલઘોડા હોસ્પિટલમાં દાખલ કર્યાને આઠ મહિના થઈ ગયા છે. આ કબૂતરની પાંખો પરનું લખાણ પણ હવે ભૂંસાઈ ગયું છે. કબૂતર હવે એકદમ તંદુરસ્ત થઈ ગયું છે. પરંતુ તેમ છતાં તે હજી પાંજરામાં જ પુરાયેલ પડ્યું છે. અને પોતાની મુક્તિની રાહમાં છે. ત્યારે ડોક્ટને આશંકા છે આ કબૂતર બહાર જઈને બીજા પક્ષીઓના જુથને કોઈ બીમારી કે ચેપ લગાડી શકે છે. તેથી પોલીસ અમને સત્તાવાર પત્ર મોકલશે અને કબૂતરને છોડવાનો આદેશ આપશે નહી, ત્યાં સુધી અમે કબૂતરને પાંજરામાંથી અને હોસ્પિટલની કસ્ટડીમાંથી મુક્ત કરીશું નહી.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ દ્વારા તપાસમાં કરતા જણાવવામાં આવ્યું છે કે આ કબૂતર અંગેની જાસુસી હોવાની શંકા દૂર થઈ ગઈ છે, ફોરેન્સિક લેબના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ કબૂતર જાસૂસી માટે નહોતું. પરંતું આ કબૂતર રેસિંગ માટેનું કબૂતર છે. તાઈવાનમાં વ્યાપકપણે રેસ કરવામાં આવે છે. તેમના પગમાં ચિપ પણ હોય છે. કબૂતરના પગમાં મળેલી ચિપમાં તે કેટલી દૂરની મુસાફરી કરી છે તેની માહિતી હોય છે. આ કબૂતર રેસિંગ માટેનું કબૂતર છે અને આકસ્મિક રીતે તાઇવાનના જહાજ દ્વારા મુંબઈમાં આવી ગયું હતું તેથી કબૂતરને છોડવા માટે ઉપરી અધિકારીઓની પરવાનગી લેવા માટે હોસ્પિટલ સાથે ટૂંક સમયમાં જ પત્રવ્યવહાર કરવામાં આવશે.

France: ફ્રાન્સમાં જનઆંદોલન ફાટી નીકળ્યું! 5 લાખ લોકો રસ્તા પર, આટલા લોકોની થઇ ધરપકડ
Indigenous Weapons: ભારતની સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ ખર્ચને લડાઈની શક્તિમાં ફેરવી રહી છે
Donald Trump: ટ્રમ્પને પસંદ નથી કરતા તેમના જ અમેરિકનો! જાણો શું છે કારણ
UN Sanctions: અમેરિકા એ પાકિસ્તાન અને ચીનના પ્રયાસને આ રીતે રોક્યા, જાણો વિગતે
Exit mobile version