ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
પ્રાઇવેટ શાળાઓની ફી ઓછી કરાવવા સદાય લડાઈ લડતી સંસ્થા ફોરમ ફોર ફેરનેસ ઇન એજ્યુકેશને change.org નામની એક વેબસાઈટ પર પ્રાઇવેટ શાળાઓને ટ્યુશન ફીસમાં ૫૦% અને બીજા વધારાના ચાર્જિસ વેવઓફ કરવાની એક ઓનલાઈન પીટીશન મૂકી છે. શાળા/કૉલેજ દ્વારા એક્ટિવિટી ફી, કોમ્પ્યુટર ફી, લાઇબ્રેરી ફી, ડેવલપમેન્ટ ફી, એક્ઝામ ફી, એક્સ્ટ્રા કરીક્યુલર ફી જેવી અનેક પ્રકારની ફી વસૂલવામાં આવે છે. ઘણીવાર ટ્યૂશન ફી કરતાં આ વધારાના ખોટા ખર્ચા વધુ હોય છે.
પીટીશનમાં મુખ્યત્વે ૮ મુદ્દા પર વાત કરવામાં આવી છે. (૧) શાળાઓએ શિક્ષકોના પગાર પર કાતર મૂકી છે અથવા કોન્ટેક્ટ રીન્યુ કાર્ય નથી માટે ટ્યુશન ફીસ ૫૦% લેવી જોઈએ. (૨) શાળાને બીજા કોઈ જ વધુ પડતા ખર્ચ નથી અને જે સુવિધા વિદ્યાર્થીએ વાપરી જ ન હોય તેના માટે વધારાના ચાર્જિસ લેવા જોઈએ નહી. (3) જો કોઈ વાલી ફી ભરવા સક્ષમ ન હોય તો પણ વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણમાંથી બાકાત રાખવો જોઈએ નહિ. (૪) જે વાલીઓ બીજી શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમને તરત જ લિવિંગ સર્ટીફિકેટ આપવું જોઈએ માત્ર પેન્ડિંગ ફીસના નામે તે અટકાવવું જોઈએ નહિ. (૫) રિપોર્ટ કાર્ડ હોલ્ડ પર રાખવું જોઈએ નહિ. (૬) ફીસ માટે બાળક અને વાલીઓને માનસિક ત્રાસ આપવો નહી. (૭) શાળાઓએ વાલીવર્ગનો મત પણ સમજવો જોઈએ. (૮) શાળાનું કામ શિક્ષણ સેવા આપવાનું છે અને તેમણે આ ખરાબ સમયમાં સમાજનો સાથ આપવો જોઈએ.
બીજી તરફ વાલીઓના માથે ફી ઉપરાંત વર્કશીટ, પ્રિન્ટઆઉટ અને ઓનલાઇન કલાસ માટે વાઈફાઈ વગેરે ખર્ચ ઊભા થયા છે. નાના બાળકો કદાચ ટેકનોલોજી સાથે પરિચિત નહીં હોય તેવામાં વાલીએ પણ તેમની સાથે એટલો બધો સમય તેમની પાછળ આપવો પડશે અને ત્યાર બાદ ઓનલાઇન હોમવર્ક મેળવવા, પૂરું કરાવવા અને સબમિટ કરવાં સુધીની માથાકૂટ તેમને માટે ઊભી જ છે.
આદર પુનાવાલા ને 'વાય' કેટેગરીની સુરક્ષા કેમ આપી. 'ઝેડ' કેટેગરીની આપો. : બોમ્બે હાઈકોર્ટમાં અરજી થઇ.
ન્યૂઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા ફોરમ ફોર ફેરનેસ ઇન એજ્યુકેશનના પ્રેસિડેન્ટ જયંતભાઈએ જણાવ્યું કે “ફીના મુદ્દે કોઈ પણ રાજનીતિક પક્ષ વાત કરવા તૈયાર નથી. મેઈન સ્ટ્રીમ મીડિયા પણ ફી જેવા મહત્ત્વના મુદ્દા ઉપર સામાન્ય જનતાનો પક્ષ દેખાડવા તૈયાર નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારે પણ રેગ્યુલર ઓડીટ કરવાવું જોઈએ જેથી શાળાઓ તેમની મનમાની પ્રમાણે ફીસ લઇ શકે નહિ.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ જ સંસ્થાએ મહારાષ્ટ્રની ખાનગી શાળાઓ ફી ઓછી કરે તે બદલ હાઇકોર્ટમાં પણ પીટીશન દાખલ કરી હતી. રાજસ્થાન સરકારે પ્રાઇવેટ શાળાઓને ૩૦% ફી ઓછી કરવા કહ્યું હતું. સરકારના આ નિર્ણયને પ્રાઇવેટ શાળાના એસોસિયેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલમાં જણાવ્યું હતું કે શાળાએ લોકડાઉનના સમયે વિજળી, પાણી પેટ્રોલ સ્ટેશનરી અને દેખરેખની કિંમત બચાવી છે આ બચત ૧૫ ટકાની આસપાસ છે. તેથી વિદ્યાર્થીઓ પાસેથી આ પૈસા વસૂલવા શિક્ષણના વ્યવાસાયીકરણ કરવા જેવું હશે.