News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં આજે ટ્રાફિક(Traffic)માં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને અનેક રૂટ ટ્રાફિક માટે બંધ રાખવામાં આવ્યા છે. તો અનેકના રૂટ ડાયવર્ટ(Traffic divert) કરવામાં આવ્યા છે. એ સિવાય અમુક રૂટ પર બેસ્ટની બસ(BEST bus)ને બંધ રાખવામાં આવી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai Traffic Police) કરેલી ટ્વીટ મુજબ નેસ્બિટ જંકશન(Nesbit Junction), જેજે રોડ ક્રોસિંગ(JJ Road Crossing) નોર્થ દિશા ક્રોસ કરીને સર જેજે માર્ગ દક્ષિણ તરફ, સર જેજે જંકશન, આઈ આર રોડ પાકમોડિયા સ્ટ્રીટ ઝૈનબિયા હોલ આ રોડ પર મોહર્રમ નિમિત્તે, શોભાયાત્રાને કારણે ટ્રાફિક અવરોધિત રહેશે. તેમજ બેસ્ટે પણ કેટલીક બસોની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો- આખે આખી નદી વહી રહી હોય તેવો વિડીયો વાયરલ- જુઓ વિડિયો અહીં
મુંબઈ ટ્રાફિક પોલીસે(Mumbai traffic police) ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. વૈકલ્પિક વ્યવસ્થાઓ વિશે જાણો…
વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા(Alternative transport system)
આજે 9 ઓગસ્ટના રોજ કાલબાદેવી રોડ(Kalbadevi Road) પરથી પસાર થતો ટ્રાફિક અને આઈ.આર. માંડવી જંકશન(I.R. Mandvi Junction) તરફ જતો રસ્તો મોહમ્મદ અલી રોડ(Mohammad Ali Road), ચકલા જંકશન(Chakala Junction), એલટી(LT), કર્ણક બંદર બ્રિજ(Karnak Bandar Bridge) અને પીડીમેલો રોડ થઈને ડાયવર્ટ કરવામાં આવશે.
60 ફૂટ રોડ, 90 ફૂટ રોડ, ધારાવી, માહિમ-સાયન લિંક રોડ, સંત રોહિદાસ માર્ગ, માહિમ બપોરે 3 વાગ્યાથી મધરાત 12 સુધી બંધ રહેશે.
બસોની સંખ્યામાં ઘટાડો..
જાફરી ઇંગ્લિશ સ્કૂલથી શિવાજી નગર બસ સ્ટેશન સુધી દોડનારી 19, 376, 375, 350, 404, 488, 489 બસોની ફ્રીકવન્સી આજે ઓછી કરવામાં આવી છે.