ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દેશમાં કોરોનાનું સંકટ છવાયું ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ વિદેશથી પરત ફરેલા નાગરિકોને ફરજિયાત પાંચ સિતારા હૉટેલમાં ક્વૉર્ન્ટાઇન કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. જેને લીધે વિદેશથી મુંબઈ આવનારા હજારો નાગરિકોને રાહત મળી છે.
પાંચ સિતારા હૉટેલમાં ૧૪ દિવસ ક્વૉર્ન્ટાઇન થનારા નાગરિકોએ ભારે રકમ ચૂકવવી પડતી હતી. એથી પાલિકાનો આ નિર્ણય તેમના માટે માથાનો દુખાવો બની ગયો હતો. નાગરિકોએ પોતાને હૉટેલને બદલે ક્વૉર્ન્ટાઇન કેન્દ્રોમાં મોકલવામાં આવે એવી વારંવાર રજૂઆત કરી હતી, છતાં આટલા સમયમાં પાલિકાએ આ વાતની ખાસ નોંધ લીધી ન હતી.
ભારતીય શેરબજારમાં તેજી, Sensex એ પહેલીવાર 59 હજારની સપાટી કૂદાવી, નિફ્ટીએ પણ બનાવ્યો નવો રેકોર્ડ..
આ સંદર્ભે ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ પ્રયત્નો કર્યા બાદ પાલિકાએ પાંચ સિતારા હૉટેલમાં ક્વૉર્ન્ટાઇનના નિર્ણયને રદ કર્યો છે. આ કામ બદલ ગોપાલ શેટ્ટીનું બહુમાન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કર્યું હતું.