News Continuous Bureau | Mumbai
કાંદીવલી(વેસ્ટ) ચારકોપ શૌચાલયની સફાઈ કરતા સમયે સેપ્ટિક ટાંકીમાં પડી જવાથી ગૂંગળાઈ ત્રણ મજૂરોના બદનસીબે મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો.
ચારકોપમાં લિંક રોડ પર અથર્વ કોમ્પલેક્સની સામે આવેલા એકતાનગરમાં પાલિકાના સુલભ શૌચાલયની ટાંકી ભરાઈ ગઈ હતી, તેથી તેને સાફ કરવાનું કામ એક કોન્ટ્રેક્ટરને આપવામાં આવ્યું હતું.
કોન્ટ્રેક્ટરના માણસો ગુરુવારે બપોરના તેની સફાઈ માટે ગયા હતા. સાંજના 4.30 વાગ્યાની આસપાસ એક મજૂરનું બેલેન્સ જતા તે ટાંકીમાં પડી ગયો હતો. તેની મદદે અન્ય બે મજૂરો ગયા હતા, તેઓ પણ બેલેન્સ ખોઈને ટાંકીમાં પડી ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : લો બોલો!! મુંબઈ મેટ્રોએ જ પાલિકાને લગાવ્યો ચૂનો. આટલા કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી.. જાણો વિગતે
સેપ્ટિક ટેંક ભરેલી હોવાથી તેમાં રહેલી ગંદકીને કારણે મજૂરોને શ્વાસ લેવામાં ત્રાસ થયો હતો. સ્થાનિક નાગરિકો અને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથમાં લીધું હતું. ત્રણેય મજૂરોને બહાર કાઢીને નજીકની શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે અગાઉ જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી તપાસ ચાલુ કરી હતી.