ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં ઈન્ડિયન નેવી ડોકયાર્ડ પર મંગળવારે યુદ્ધ જહાજ આઇએનએસ રણવીરના ઇન્ટરનલ કમ્પાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયો છે.
આ બ્લાસ્ટમાં જહાજ પર તૈનાત ત્રણ નેવી જવાન શહીદ થયા છે અને અન્યને ઈજા પહોંચી છે.
જોકે વિસ્ફોટ પછી તરત જ આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેનાથી જહાજને વધુ નુકસાન થયું નથી.
નૌસેનાએ આઈએનએસ રણવીરમાં થયેલા વિસ્ફોટ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા છે .
પ્રથમ દ્રષ્ટિએ આ વિસ્ફોટ કોઈપણ તોડફોડ અથવા કોઈપણ હથિયાર અથવા દારૂગોળાની ખામી સાથે સંબંધિત નથી. વિસ્ફોટનું કારણ મશીનરી નિષ્ફળતા હોઈ શકે છે.