મહારાષ્ટ્ર બંધમાં મુંબઈમાં સવારના 9 વાગ્યા સુધીમાં આટલી બેસ્ટની બસોની થઈ તોડફોડ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

સોમવાર

મહારાષ્ટ્ર બંધમાં અત્યાવશ્યક સેવાઓ ચાલુ રહેશે એવી સરકારની જાહેરાત બાદ પણ મુંબઈના અનેક વિસ્તારમાં બેસ્ટની બસોની તોડફોડ કરવામાં આવી હતી. બેસ્ટની બસ અત્યાવશ્યક સેવામાં ગણાય છે, છતાં સવારના 9 વાગ્યા સુધી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં 8 બસની તોડફોડ કરવામાં આવી હતી, તો અનેક ઠેકાણે બેસ્ટની બસોને રસ્તા પર જ રોકી દેવામાં આવી હોવાની ફરિયાદો આવી હતી. બેસ્ટ પ્રશાસનના સત્તાવાર રીતે જણાવ્યા મુજબ રવિવાર રાતના 12 વાગ્યાથી સોમવાર સવાર સુધીમાં 8 બસની તોડફોડ કરવામાં આવી હતી. એમાં મુખ્યત્વે ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવરા, દેવનાર, ઇનઓર્બિટ મૉલ પાસે આ ઘટનાઓ બની હતી. બેસ્ટ પ્રશાસને પોતાની બસ દોડવવા માટે પોલીસ સંરક્ષણ માગ્યુ હોવાનું બેસ્ટે સત્તાવાર રીતે જણાવ્યું હતું. તેમ જ પરિસ્થિતિનો અહેવાલ લઈને બસ દોડવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન બેસ્ટની બસો બંધ કરાવવામાં આવતાં અનેક ઠેકાણે ટૅક્સીઓ માટે લાંબી લાંબી લાઇનો લાગી હતી, તો અનેક જગ્ચાએ ટૅક્સીઓ દ્વારા મનફાવે એવા પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો આવી હતી.

આજના ‘મહારાષ્ટ્ર બંધ’માં જોડાવા વેપારીઓની પહેલા ‘ના’ પછી ‘હા’ : કોના દબાણ હેઠળ વેપારીઓ ઝૂકી ગયા? જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More