Juhu Beach : જુહુ બીચ નો બંધ થવાનો તેમજ સવારે ખુલવાનો સમય કયો? આર.ટી.આઈ માં મહત્વપૂર્ણ માહિતી સામે આવી.

Juhu Beach : મુંબઈ શહેરનો દરિયાકાંઠો વિશ્વવિખ્યાત છે. અને તેમાં પણ જુહુ બીચ એટલે મુંબઈ શહેરની શાન છે. જોકે આ બીજ સવારે કેટલા વાગે ખુલે છે અને રાત્રે કેટલા વાગે બંધ થાય છે તે સંદર્ભે આજે પણ સવાલ પૂછવામાં આવે છે?

by Hiral Meria
timings of Juhu beach opening and closing

News Continuous Bureau | Mumbai

Juhu Beach :  મુંબઈ શહેરનો જુહુ બીચ સવારે  5:00 વાગ્યા પછી ખુલ્લો હોય છે.  ખરી રીતે તે કહેવા જઈએ તો  બીજ ને કોઈ ગેટ અથવા તાળું ચાવી જેવી વસ્તુ નથી કે કોઈ માણસ ને રોકી શકાય અથવા કોઈ માણસ આવી જાય. પરંતુ દરિયાકાંઠા પર પોલીસ વિભાગની ગાડી સતત પેટ્રોલિંગ કરતી હોય છે. આવા સમયે જો કોઈ વ્યક્તિ નજરમાં આવી જાય તો તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે.

Juhu Beach :  જુહુ બીચ ખુલવાનો અને બંધ થવાનો સમય કયો

 જુહુ બીચ પરથી રાત્રે 12:00 વાગ્યાની આસપાસ પોલીસ ( Mumbai Police ) સિસોટીઓ મારીને લોકોને બહાર કાઢવાનું શરૂ કરે છે.  આ કામ 12:00 વાગે થાય તે જરૂરી નથી ક્યારેક રાત્રે 11:00 વાગે તો ક્યારેક રાત્રે એક વાગે પણ કરવામાં આવે છે.  મહત્વપૂર્ણ વસ્તુ ઈ છે કે દરિયામાં ભરતી છે કે ઓટ છે તે પણ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.  પોલીસ વિભાગ લોકોને સુરક્ષિત રાખવા માંગે છે જેને કારણે બીય  પર લોકોની  અવરજવર પર કાબુ રાખવામાં આવે છે.  સવારે 5:00 વાગ્યાની આસપાસ મોર્નિંગ વોક કરનાર તેમજ જોગિંગ કરનાર લોકો દરિયા કાંઠે પહોંચી જાય છે.  તેઓ દરિયાકાંઠે જોગિંગ કરે છે,  તે દરમિયાન તેમને રોકવામાં આવતા નથી. 

આ સમાચાર પણ વાંચો :  Gold Mines : અહીં છે વિશ્વની 10 સૌથી મોટી સોનાની ખાણ, પણ દેશ આખો ગરીબ. જાણો વિગતે.

Juhu Beach : જુહુ બીચ કેટલા વાગે બંધ થાય છે

જુહુ બીચ પર રાત્રે 10 વાગ્યા પછી પોલીસ પેટ્રોલિંગ ( Police patrolling ) શરૂ થઈ જાય છે તેમજ લગભગ 12:00 વાગ્યાની આસપાસ બીચ ( Mumbai Beach ) ખાલી કરાવવામાં આવે છે.  આ સંદર્ભે એક સામાજિક કાર્યકર દ્વારા રાઇટ ટુ ઇન્ફર્મેશન ( RTI ) એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી અને માહિતી માંગવામાં આવી હતી કે બીચનો ખુલવાનો તેમજ બંધ થવાનો સમય કયો. . આ સમગ્ર વિશે સંદર્ભે સ્થાનિક પોલીસ સ્ટેશનને જણાવ્યું કે આવો કોઈ કાયદો નથી અથવા આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.  આનાથી એક વાત સાબિત થાય છે કે બીચ પર કાયદેસર રીતે સવારનો અને સાંજનો એટલે કે ખુલવાનો અને બંધ થવાનો કોઈ સમય નથી.  જે પગલાં લેવામાં આવે છે તે લોકોની સુરક્ષિતતાને ધ્યાનમાં લઈને જ લેવામાં આવે છે.

 

Join Our WhatsApp Community

You may also like