અજબ કારભાર! દસ વર્ષમાં  જ થાણે પાલિકાની આટલા ટકા બસ ભંગારમાં; જાણો વિગત, 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 14 ઓક્ટોબર, 2021

ગુરવાર. 

થાણે મહાનગરપાલિકાની 10 વર્ષ પહેલા જ ખરીદેલી બસો ભંગારવમાં કાઢવામાં આવવાની છે. આ બસોને તેની ક્ષમતા મુજબ વાપરવામાં આવી નથી અને તે હવે ભંગારમાં જશે તેની થાણે પાલિકાના ટ્રાન્સપોર્ટ ખાતાના કારભાર સામે આંગળી ચીંધાઈ રહી છે.

થાણે મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ ખાતાના કાફલામાં રહેલી 517 બસમાંથી મોટા સમારકામ માટે બંધ પડેલી 237 બસ એટલે કે 45 ટકા બસ તબક્કાવાર ભંગારમાં જવાની છે. તેને લગતો પ્રસ્તાવ પાલિકાની સામાન્ય સભામાં મંજૂરી માટે આવવાનો છે. હજી તો આ બસ 2010ની સાલમાં જ ખરીદવામાં આવી હતી. તેમાંથી 14 બસ તો કુલ બે લાખ કરતા પણ ઓછો પ્રવાસ કર્યો છે અને હવે મોટા સમારકામ માટે ડેપોમાં ધૂળ ખાતી પડી છે. ભંડોળના અભાવે સમયસર સમારકામ નહીં કરવાથી સમારકામનો ખર્ચ નવી બસની ખરીદી કિંમત જેટલી વધી ગઈ છે. તેથી આ બસ ભંગારવામાં કાઢવા સિવાય કોઈ ઉપાય બચ્યો નથી.

દશેરા દિવાળી સુધરી ગયા, તેલ સસ્તું થશે; સરકારે ભર્યું આ પગલું.

બેસ્ટ ઉપક્રમની માફક જ થાણે મહાનગરપાલિકાનું પણ ટ્રાન્સપોર્ટ ખાતુ ખોટમાં છે. નવી બસની ખરીદીના થોડા સમયમાં જ તે બગડી જતી હોય છે. ટેક્નિકલ ખામીઓ તુરંત દૂર કરવામાં આવતી નથી. તેથી સમારકામ-દેખરેખના અભાવે ડેપોમાં ધૂળ ખાતી વર્ષો સુધી પડી રહેતી હોય છે. 2009-2010માં ખરીદી કરેલી 237 બસ ફકત બે વર્ષમાં જ બંધ પડી ગઈ .  દરેક બસના સમારકામ પાછળ સ્વતંત્ર રીતે 11 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. સમારકામ બસની મૂળ કિંમત જેટલો થઈ ગયો હોવાથી થાણે પ્રશાસને આ બસને ભંગારમાં કાઢવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment