ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન 2021
શનિવાર
મુંબઈમાં સાર્વજિનક સ્થળે માસ્ક વગર ફરનાર પાસેથી દંડ વસૂલવા માટે ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કરવામાં આવ્યા છે. કોન્ટ્રેક્ટ પર રહેલા આ માર્શલ્સ જોકે પોતાનું ટાર્ગેટ પૂરું કરવા માટે સિવિલ ડ્રેસમાં ફરતા હોય છે. એક રસીદ પાછળ તેમન 40 રૂપિયા મળતા હોવાથી ક્લીન-અપ માર્શલ્સ મુંબઈ મહાનગરપાલિકાના નિયમોનું જ ઉલ્લંઘન કરતા જણાય છે. યુનિફોર્મમાં નહીં હોવાથી લોકો ક્લીન-અપ માર્શલ્સને ઓળખી શકતા નથી. તેનો ફાયદો લઈને તેઓ લોકો પાસેથી દંડ વસૂલ કરતા હોય છે. અમુક વખતે તેઓ દંડની રકમ વસૂલ કરવાને બદલે વ્યક્તિ સાથે થોડા પૈસામાં સેટરમેન્ટ પણ કરી નાખતા હોય છે.
વિદ્યાર્થીઓને 50% ફી માફી આપો, બૉમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો; જાણો વિગત
ખાસ કરીને દક્ષિણ મુંબઈના ઝવેરી બજાર, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, લુહાર ચાલ, ક્રાફર્ડ માર્કેટ જેવા વિસ્તારમાં સિવીલ ડ્રેસમાં ક્લીન-અપ માર્શલ ફરી રહ્યા હોવાની ફરિયાદ આવી છે.