News Continuous Bureau | Mumbai
Mumbai: દાદરમાં સ્થાનિક રહેવાસીઓએ શિવાજી પાર્ક ( Shivaji Park ) વિસ્તારમાં દિવંગત ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું ( Ramakant Achrekar ) સ્મારક બનાવવા માટે વાલી મંત્રીને માંગ કરી છે. આ સંદર્ભમાં મંગળવારે વાલી મંત્રીની ( Guardian Minister ) અધ્યક્ષતામાં મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) મુખ્યાલયમાં એક બેઠક પણ યોજાઈ હતી. દાદરના રહેવાસીઓએ દાદરમાં છત્રપતિ શિવાજી મહારાજ મેદાન (શિવાજી પાર્ક)ના પ્રવેશદ્વાર પર બ્યુટિફિકેશનના ભાગરૂપે રમાકાંત આચરેકરનું સ્મારક ( memorial ) ઊભું કરવા માટે જગ્યા પ્રદાન કરવાની પણ માંગણી કરી છે.
એક રિપોર્ટ મુજબ, સ્થાનિક રહેવાસીઓએ ( Local residents ) માંગ કરી છે કે પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરના ( Sachin Tendulkar ) માર્ગદર્શક અને ઘણા દિગ્ગજ ક્રિકેટરોને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર માટે એક સ્મારક બનાવવામાં આવે. રમાકાંત આચરેકરના માર્ગદર્શન હેઠળ દાદરના છત્રપતિ શિવાજી મહારાજ મેદાનમાં ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓએ દેશની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં ફેલાવી છે. છત્રપતિ શિવાજી મહારાજ મેદાનના પ્રવેશદ્વાર નંબર 5 પાસે બ્યુટિફિકેશનના ભાગરૂપે સ્મારક બનાવવામાં આવે અને સ્મારક માટે જગ્યા આપવામાં આવે. નોંધનીય છે કે, સ્મારકનું નિર્માણ સમુદાય-સંચાલિત પહેલ હશે, જેમાં ક્રિકેટ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા આ સ્મારક ઉભુ કરશે, એવા અહેવોલો છે.
આ સમાચાર પણ વાંચો : Air India Penalty: એર ઈન્ડિયાની મુશ્કેલીમાં થયો વધારો.. DGCA આ મામલે એર ઈન્ડિયાને રુ. 1.10 કરોડનો મોટો દંડ ફટકાર્યો..
સ્મારકની કલ્પના સાથેની નાની પ્રતિકૃતિ પણ બતાવવામાં આવી..
ક્રિકેટ સમુદાય અને સ્થાનિક રહેવાસીઓના ઊંડા ભાવનાત્મ વલણને , વાલી મંત્રીએ પણ તેમનો ટેકો આપ્યો છે. તેથી આ મામલે ચર્ચા કરવા એક બેઠક પણ બોલવામાં આવી હતી, આ બેઠકમાં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (શહેર), મુંબઈ શહેરના કલેક્ટ,, ડેપ્યુટી કમિશનર (સર્કલ 2), ડેપ્યુટી કમિશનર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ), આસિસ્ટન્ટ કમિશનર (જી નોર્થ) સહિત મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકમાં ક્રિકેટ રસિક સુનિલ રામચંદ્રન અને સ્થાનિક રહેવાસીઓએ, વાલી મંત્રીને સૂચિત સ્મારક વિશે માહિતગાર કર્યા હતા. ત્યાર પછી આ મામલે સ્મારકની કલ્પના સાથેની નાની પ્રતિકૃતિ પણ બતાવવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, ક્રિકેટ પ્રેમીઓ અને સ્થાનિક રહેવાસીઓ પોતાના ખર્ચે આ સ્મારકનું નિર્માણ કરવાની શક્યતા છે.