ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર.
સાયકલ ટ્રેકના કારણે ચર્ચામાં રહેલા પવઈ તળાવના પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે મુંબઈ મહાનગરપાલિકા ફરી એક વખત કરોડ રૂપિયા ખર્ચવાની છે, તેને કારણે ફરી વિવાદ ઉભો થાય એવી શકયતા છે.
પવઈ તળાવમાં મોટા પ્રમાણમાં ઉગી નીકળેલી જંગલી વનસ્પતિ અને વેલાઓ તથા તેમાં પડી રહેલા કચરાને સાફ કરવામાં આવવાનો છે. તળાવની સપાટી પર રહેલા આ વનસ્પતિ અને કચરાને સાફ કરવા માટે પાલિકા હાર્વેસ્ટર મશીન તેમ જ ઍમ્ફિબિયલ મશીન ની મદદ લેવાની છે. તળાવની સપાટી પર રહેલી આ વનસ્પતિઓને સાફ કરવા માટે પાલિકા અધધધ કહેવાય એમ સવા અગિયાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
શોકિંગ! મુંબઈની ઝૂંપડપટ્ટીમાંથી આ જીવલેણ બીમારીના દર્દી થઈ ગયા ગાયબ; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે પવઈના તળાવમાં મોટા પ્રમાણમાં મગરોની વસતી છે, તેને કારણે તળાવની સફાઈમાં અનેક વખત અડચણો આવી છે, છતાં ફરી એક વખત તળાવને સાફ કરવાને નામે 11 કરોડ રૂપિયા જેવી મોટી રકમ ખર્ચવા સામે સવાલ થઈ રહ્યા છે.