Mumbai: મુંબઈ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે, BMC હાઉસિંગ સોસાયટીઓને આપશે મફતમાં બે કચરાપેટીઓ…જાણો તમારી સોસાયટી કઇ રીતે મેળવી શકે છે આ લાભ… જુઓ અહીં..

Mumbai: સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલિકાના વહીવટીતંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં લોકો દ્વારા ભીનો અને સૂકો કચરો અલગ કરવામાં આવતો નથી. તેથી ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરાના ઢગલા વધી રહ્યા છે. કચરાના આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, બીએમસી હવે આ પગલા લેશે…

by Bipin Mewada
To maintain cleanliness in the city of Mumbai, BMC will provide housing societies with two dustbins for free

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં હાલ સ્વચ્છતા માટે બીએમસીએ ( BMC ) ઘણા પગલાઓ હાથ ધરી રહી છે. તેમજ સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign) અંતર્ગત પાલિકાના વહીવટીતંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં લોકો દ્વારા ભીનો અને સૂકો કચરો ( garbage ) અલગ કરવામાં આવતો નથી. તેથી ડમ્પિંગ ગ્રાઉન્ડ ( Dumping ground ) પર કચરાના ઢગલા વધી રહ્યા છે. કચરાના આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, હવે બીએમસી મુંબઈની સોસાયટીઓ અને ઝૂંપડપટ્ટીઓમાં ભીનો અને સૂકા કચરાપેટીઓ પૂરા પાડશે. પાલિકાના ડેપ્યુટી કમિશનર કચરાપેટીઓ ( Trash cans ) આપવા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જે સોસાયટીઓને કચરાપેટીની જરૂર હોય તેઓ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસનો સંપર્ક કરી શકે છે અથવા મહાનગરપાલિકાએ એક વોટ્સએપ નંબર જારી કર્યો છે, જેના પર સોસાયટીઓને અરજી કરવા વિનંતી કરવામાં આવી છે. અરજીના પૂર્ણ થયાના 10 દિવસમાં બે કચરાપેટીઓ આપવામાં આવશે. 

નોંધનીય છે કે મુંબઈમાં દરરોજ 6 હજાર મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે. ભીનો અને સૂકો કચરો અલગ-અલગ રાખવા માટે, હવે પાલિકાએ સોસાયટીને 120 લિટરની બે કચરાપેટીઓ મફતમાં આપશે. પ્રાપ્ત માહિતી મુજબ, કચરાની સમસ્યાનો ઉકેલ લાવવાના ઉદ્દેશ્યથી બીએમસી સોસાયટીઓ અને સ્લમ વિસ્તારોમાં ભીનો અને સૂકા કચરો ( Wet & Dry Garbage ) રાખવા માટે બે અલગ-અલગ ડબ્બા આપવામાં આવશે.અત્યાર સુધી મહાનગરપાલિકા કોર્પોરેટરો દ્વારા કચરાપેટીઓ પૂરી પાડતી હતી. બે વર્ષથી પાલિકા પાસે કોઈ કોર્પોરેટર ન હોવાથી, હવે મહાનગરપાલિકા પોતે કચરાપેટીઓ આપશે. મહાનગરપાલિકાએ આ માટે 1 લાખ 20 હજાર કચરાપેટીની ખરીદી કરી છે. પાલિકાએ આ 1 લાખ 20 હજાર કચરાપેટી માટે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Flying Car: જાપાનની આ ફલાઈંગ કાર પહોંચી વાઈબ્રન્ટ ગુજરાતમાં.. જાણો શું છે આ ફલાઈંગ કારની વિશેષતાઓ.. જુઓ વિડીયો…

મહાનગરપાલિકા અરજી કર્યાના દસ દિવસમાં બે કચરાપેટી ઉપલબ્ધ કરાવશે…

પ્રાપ્ત માહિતી મુજબ, પાલિકાએ આ અંગે એક વોટ્સએપ નંબર 7030079777 પણ જાહેર કર્યો છે. સોસાયટી અને સ્લમ વિસ્તારમાં રહેલા લોકોને આ નંબર પર કચરાપેટી માટે અરજી મોકલવા અપીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકા અરજી કર્યાના દસ દિવસમાં બે કચરાપેટી ઉપલબ્ધ કરાવશે.

ઉલ્લેખનીય છે કે, જો લોકો બન્ને કચરા અલગ અલગ રાખશે, તો મહાનગરપાલિકાના કચરો ભરતા વાહનો પણ સૂકો અને ભીનો કચરો અલગ-અલગ ઉપાડશે. જો સોસાયટી સૂકો અને ભીનો કચરો અલગ નહીં કરે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More