179
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
વસઈ રોડ અને વિરાર રહેનારા લોકો આજે જલ્દી ટ્રેન પકડીને ઘરે પહોંચી જજો અન્યથા ઘરે પહોંચવા વાંધા થશે. વેસ્ટર્ન રેલવે દ્વારા આજે વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે આજ રાતથી સાડા ત્રણ કલાકનો જમ્બો બ્લોક રાખવામાં આવ્યો છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યા મુજબ વસઈ રોડ અને વિરાર સ્ટેશન વચ્ચે ટ્રેક, સિગ્નલ અને ઓવરહેડનું મેઈઈન્ટેન્સનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ આજે રાતના 11.30 વાગ્યાથી ચાલુ કરવામાં આવશે. જે રાતના 3 વાગ્યા સુધી ચાલશે. આ કામ અપ ફાસ્ટ લાઈન પર હશે. તેથી આ સમય દરમિયાન ટ્રેનોને મોટા પ્રમાણમાં અસર થશે. આવતી કાલે રવિવારના દિવસે કોઈ બ્લોક રહેશે નહીં.
BMC લાગી ગઈ કામે, મુંબઈના ૨૩૬ વોર્ડની ફેરરચનાનો મુસદો થશે અઠવાડિયામાં તૈયાર; જાણો વિગત
You Might Be Interested In