News Continuous Bureau | Mumbai
મુંબઈમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા(Shops and Establishment Name Boards) મરાઠીમાં કરવાની 30 જૂનની મુદત પૂરી થવાની છે. તેથી પહેલી જુલાઈથી મુંબઈના વેપારીઓને પાલિકાની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે એવી શક્યતા હોવાનું કહેવાય છે. જોકે વેપારીઓની સંસ્થાઓનું(Organizations of merchants) નેતૃત્વ કરતી ફેડરેશન ઓફ રીટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશને (FRTWA) મહારાષ્ટ્ર સરકારને(Maharashtra govt) પત્ર લખીને અરજી કરી છે કે હાઈકોર્ટના ઓર્ડરને(High Court order) પડકારતી તેઓએ સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) અરજી કરી છે, તેથી જયાં સુધી તેના પર સુનાવણી ના થાય વેપારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવે નહીં.
FRTWAના અધ્યક્ષ વિરેન શાહના(Viren Shah) જણાવ્યા મુજબ મરાઠીમાં(Marathi) પાટિયા નામ( Name Boards) લખવાને મુદ્દે ફેબ્રુઆરી 2022 હાઈ કોર્ટના ઓર્ડર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેના પર 10 જુલાઈ, 2022ના સુનાવણી થવાની છે. તેથી જયાં સુધી સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી થાય નહીં ત્યાં સુધી વેપારીઓ અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠીમાં પાટિયા લખવાને મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં એવી માગણી મહારાષ્ટ્ર સરકારને કરવામાં આવી છે. તેને લગતો પત્ર પણ મહારાષ્ટ્ર સરકારને લખવામાં આવ્યો છે. તેથી જયાં સુધી તેના પર સુનાવણી ના થાય ત્યાં સુધી કોઈ પગલાં લેવામાં આવશે નહીં એવું અમારું માનવું છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો -હવે મુંબઈના ભૂતપૂર્વ મેયરને મળી જાનથી મારી નાખવાની ધમકી- જાણો વિગત
મુંબઈ મહાનગર પાલિકાએ(BMC) સતત બે વખત મરાઠીમાં દુકાનો અને ઍસ્ટાબ્લિશમેન્ટના નામનાં પાટિયાં મરાઠીમાં લગાડવાની મુદત વધારી આપી હતી. જોકે વેપારી સંઘટનોએ ૩૦ જૂનની પાલિકાએ આપેલી મુદતને વધારી આપવાની માગણી કરી હતી. પરંતુ આ મુદત વધારી આપવાનું શક્ય ન હોવાનું પાલિકાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું.. તેથી પહેલી જુલાઈ બાદ જે દુકાનોના નામ મરાઠીમાં નહીં હોય તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે એવું એડિશનલ કમિશનર(Additional Commissioner) આશિષ શર્માએ(Ashish Sharma) અગાઉ જ જાહેર કરી ચૂક્યા છે
હાલ જોકે વેપારીઓની સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેના પર સુનાવણી થવાની છે, તેથી હાલ પૂરતી વેપારીઓને રાહત મળે એવી શક્યતા જણાઈ રહી છે. તો પાલિકાના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે હજી સુધી રાજ્ય સરકાર તરફથી કોઈ આદેશ આપ્યો નથી. તેથી પાલિકા કાર્યવાહી કરવા માટે કોઈ ઉતાવળ કરશે નહીં.
આ સમાચાર પણ વાંચો : તમારી બિલ્ડિંગ તો સી-વન કેટેગરીમાં નથીને- મુંબઈની આટલી બિલ્ડિંગમાં અતિશય જોખમી હાલતમાં-જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે દુકાન પર લાગેલાં નામનાં પાટિયા પર બીજી ભાષા કરતા મોટા અને પહેલા લખવાનું ફરજિયાત કર્યું છે. તે માટે અગાઉ ૩૧ મેની ડેડલાઈન આપવામાં આવી હતી, ત્યારબાદ તેને 30 જૂન સુધી વધારી આપવામાં આવી હતી. જોકે વેપારી સંગઠનો અને હોટલ અને રેસ્ટોરાના અસોસિયેશ સહિત અન્ય સંસ્થાઓએ મરાઠીમાં દેવનાગરી લિપીમાં પાટિયાં બનાવવા માટે પૂરતા કારીગર ઉપલબ્ધ નથી. તેમ જ કારીગરો વધુ પૈસા વસૂલી રહ્યા છે. તો અમુક જગ્યાએ પૈસા આપીને પણ કારીગર મળતા નથી. તેથી છ મહિનાની મુદત વધારી આપવાની માગણી કરી હતી. જોકે છ મહિનાની મુદત વધારી આપવું શક્ય ન હોવાનું સ્પષ્ટ કરીને ૩૦ જૂન સુધી મરાઠીમાં પાટિયાં કરવાના આદેશને અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. તેથી મુદત બાદ પણ નિયમને અમલમાં નહીં મૂકનારા દુકાનદારો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.