ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન ૨૦૨૧
બુધવાર
માયાનગરી મુંબઈમાં દર વર્ષની જેમ વર્ષારાણીના આગમન સાથે જ અનેક પરેશાનીઓ શરૂ થઈ ગઈ છે. આજે સવારથી જ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં છે, તો બીજી તરફ મધ્ય રેલવેની લોકલ સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. એ સાથે મુંબઈમાં પણ ઠેર-ઠેર ટ્રાફિક જામ થઈ ગયો છે.
ખાસ કરી AGLR ફ્લાયઓવર ઘાટકોપરથી અમર મહેલ(ચેમ્બુર) હાલ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. એક ટ્વિટર યુઝરે આ વિશે ટ્વીટ કરી લખ્યું હતું કે “લાંબોટ્રાફિક જામ! AGLR ફ્લાયઓવર ઘાટકોપરથી અમર મહેલ(ચેમ્બુર) સુધી 50 મિનિટનો સમય.”AGLRફ્લાયઓવર ઘાટકોપરથી ચેમ્બુરપહોંચવામાં ૨૦ વધુ મિનિટનો સમયલાગી રહ્યો છે.
આ ઉપરાંત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે દહિસર અને અંધેરી સબ-વે પાસે પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને ટ્રાફિક જામ સર્જાયો છે. અસલ્ફા રોડ ઉપર પાણી જમા થતાં ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધતો હોવાની માહિતી મુંબઈ પોલીસના ટ્વિટર હૅન્ડલ મારફતે આપવામાં આવી હતી. વડાલા વેસ્ટમાં ફ્લાયઓવર પાસે પણ ચાર કિ.મી. લાંબો તો અંધેરીમાં ગોખલે બ્રિજ નજીક પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
ભારે વરસાદને કારણે મુંબઈમાં અનેક જગ્યાએ ભરાયાં પાણી; રેલવેએ જાહેર કર્યું આ એલર્ટ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ચોમાસામાં થતી આ સમસ્યા સાથે હવે મુંબઈગરા ટેવાઈ ગયા છે. વર્ષોથી ચોમાસામાં આ જ ક્રમમાં ઘટનાઓ જોવામાં મળે છે અને જેને પગલે દરેકને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.