News Continuous Bureau | Mumbai
દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) પડી રહેલા મુશળધાર વરસાદને(Heavy rain) પગલે વલસાડથી(Valsad) લઈને નવસારીમાં(Navsari) નદીઓમાં પૂર આવ્યા છે. રસ્તાઓ પર પાણી વળી વળ્યા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે(Mumbai-Ahmedabad National Highway) નંબર 8 પર પણ પૂરના પાણી(Flood water) ફરી વળ્યા છે. તેથી તકેદારીના પગલારૂપે તાત્પૂરતા સમય માટે ગુજરાત તરફ પ્રવાસ નહીં કરવાની સલાહ આપતી એડવાઈઝરી પાલઘરના કલેકટર(Palghar Collector) દ્વારા માણિક ગુરસાલ(Manik Gursal) દ્વારા બહાર પાડવામાં આવી છે.
મુંબઈ, થાણે, પાલઘર સહિત દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદથી લઈને નવસારી સુધીના પટ્ટામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓમાં પૂર આવ્યા છે. પૂરના પાણી નેશનલ હાઈવે નંબર 8 પર પણ ફરી વળ્યા છે. તેમા ખાસ કરીને વલસાડથી લઈને નવસારી સુધીના વિસ્તારમાં વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : ભાજપ સરકારની આવતા જ કમાલ થયો- હવે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ નું જમ્બો કોવિડ સેન્ટર બંધ થશે- બુલેટ ટ્રેનનું કામ શરૂ- જાણો વિગત
પાલઘરની કલેકટર ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી મુજબ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-નંબર 8 પર ગુજરાતના નવસારી અને અન્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. તેથી ટ્રાફિકને અસર થઈ છે. તેથી વાહનો એકદમ ધીમા ચાલી રહ્યા છે. હાઈવે પર પાણી ભરાયા હોવાથી નાના વાહનોને હાઈવે પર પ્રવેશવા દેવામાં આવતા નથી. તેથી જયાં સુધી આગળ પરિસ્થિતિ સામાન્ય થાય નહીં ત્યાં સુધી મુંબઈથી ગુજરાત તરફ હાલ પ્રવાસ કરવો નહીં.