News Continuous Bureau | Mumbai
Tragedy in Ghatkopar: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઝાડની ડાળી પડવાથી થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે અને અન્ય એક મહિલા ઘાયલ થઈ છે. ઝાડની ડાળી પડી ગયા બાદ બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે બીજી મહિલા સારવાર હેઠળ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મહિલાને MRI સ્કેન માટે મોકલવામાં આવી છે.
Tragedy in Ghatkopar: બગીચામાં જોગિંગ કરતી બે સ્ત્રીઓ પડ્યું ઝાડ
ગરોડિયા નગર કલ્યાણ ગાર્ડન ઘાટકોપરના 90 ફૂટ રોડ પર ગરોડિયા નગરમાં આવેલું છે. આ બગીચાની બાજુમાં સોસાયટીમાં એક સુકાઈ ગયેલું ઝાડ હતું, જે સાંજે પડી ગયું. આ બગીચામાં જોગિંગ કરતી બે સ્ત્રીઓ ઝાડ નીચે આવી ગઈ. જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ અકસ્માત સાંજે 6 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતની માહિતી મળતાં જ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના… છત્તીસગઢમાં નિર્માણાધીન પ્લાન્ટની ચીમની થઇ ધરાશાયી; આટલા કામદારોના મોતની આશંકા
અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાઓને તાત્કાલિક રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ રાજાવાડી હોસ્પિટલના ડોક્ટરોએ તેમાંથી એક મહિલાને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતમાં અન્ય એક મહિલા ઘાયલ થઈ હતી અને તેની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.