Site icon

Mumbai: મુંબઈના આ દરિયામાં ત્રણ લોકો સાથે ડૂબી બોટ… એકનું મૃત્યુ. સર્ચ કામગારી ચાલુ.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો….

Mumbai: બોટ પરત ફરી રહી હતી ત્યારે વર્સોવા કિનારાથી ત્રણ કિમી દૂર ડૂબી ગઈ. વિજય બામણિયા તરીને કિનારે પહોંચ્યા અને શું થયું તે ગામલોકોને જણાવ્યું.

Tragedy Strikes Mumbai Sea: Boat Capsizes, One Survivor Swims 3 Km Ashore, Another Mourned Dead

Tragedy Strikes Mumbai Sea: Boat Capsizes, One Survivor Swims 3 Km Ashore, Another Mourned Dead

News Continuous Bureau | Mumbai 

Mumbai: ચોમાસાની દરિયાઈ દુર્ઘટના ચાલુ હોવાથી, શનિવારે રાત્રે વર્સોવા (Versova) સમુદ્રમાં મછીમારી કરીને પરત ફરતી વખતે એક ફિશિંગ બોટ(fishing boat) પલટી ગઈ હતી. ત્રણ પૈકી એક તરીને કિનારે આવ્યો હતો. જ્યારે એકનો મૃતદેહ રવિવારે બપોરે મળી આવ્યો હતો. હજુ અન્ય એકની શોધ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

વર્સોવા ગામની દેવચી વાડી (Devachi Wadi) ના વિજય બામણિયા (35), ઉસ્માની ભંડારી (22) અને વિનોદ ગોયલ (45) દરિયામાં મછીમારી કરવા ગયા હતા. શનિવારે રાત્રે પરત ફરતી વખતે, તેમની બોટ વર્સોવાના કિનારે ત્રણ કિમી દૂર પલટી ગઈ હતી. તે પૈકી વિજય બામણિયાએ તરીને કિનારે પહોંચીને ગ્રામજનોને શું થયું હતું તે જણાવ્યું હતું. ગ્રામજનોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડ, કોસ્ટ ગાર્ડ, લાઈફ ગાર્ડ, સ્થાનિક માછીમારોએ ડૂબી ગયેલા ઉસ્માની ભંડારી અને વિનોદ ગોયલની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, જુહુના લાઇફગાર્ડ મનોહર શેટ્ટી અને સોહેલ મુલાનીના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ જુહુ બીચ (Juhu beach) નજીકના ગોદરેજ બંગલા પાસે વિનોદ ગોયલનો મૃતદેહ મળી આવ્યો હતો. ઉસ્માની ભંડારીની શોધ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: રામ મંદિર માટે બનાવાયું વિશ્વનું સૌથી મોટુ 400 કિલો વજન ધરાવતુ તાળું.. કિમંત સાંભળી રહી જશો દંગ.. વાચો સંપુર્ણ વિગત અહીં….

ભારે ભરતીના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો છે

અને શનિવાર રાતથી ફાયરમેન(fire brigade), લાઇફગાર્ડ અને સ્થાનિક માછીમારો તેમજ નૌકાદળના હેલિકોપ્ટર દ્વારા શોધખોળ ચાલી રહી હતી. દોરડા, હુક્સ અને અન્ય વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે, ભારે ભરતીના કારણે રવિવારે બપોરે 1 વાગ્યે સર્ચ મિશન અટકાવી દેવામાં આવ્યું હતું, એમ ફાયર બ્રિગેડે માહિતી આપી હતી.

 

Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Exit mobile version