સબસે સસ્તા- મુંબઈમાં BESTની બસમાં હવે માત્ર આટલા રૂપિયા પ્રવાસ કરવા મળશે- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી BESTની બસ(BEST bus)માં મુંબઈગરા ફક્ત એક રૂપિયામાં મુંબઈમાં પ્રવાસ કરી શકશે. “ચલો એપ” (Chalo App)વડે મુંબઈમાં બેસ્ટ બસનું લાઈવ લોકેશન(Live location) ટ્રેક કરવું, ટિકિટ બુકિંગ, પાસ બુકિંગ કરવું બહુ સહેલુ થઈ બની ગયું છે.  આ એપની નવી સ્કીમ મુજબ મુંબઈવાસીઓ માત્ર 1 રૂપિયામાં બસમાં મુસાફરી કરવા મળવાની છે.

બેસ્ટની મુસાફરીને સરળ બનાવવાની પહેલ દ્વારા “ચલો એપ”નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બેસ્ટે હવે સુપર સેવર યોજના શરૂ કરી છે. “ચલો એપ”નો ઉપયોગ કરવાથી હવે પૈસાની પણ બચત થશે. આ એપની નવી સ્કીમ હેઠળ  1 રૂપિયામાં બસમાં મુસાફરી શક્ય બનશે.  આ સુપર સેવર સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે…

“ચલો એપ” ખોલવા પર તમને આ સુપર સેવર ઓફર જોવા મળશે. આ સુપર સેવર ઓફર સાથે તમારે 7 દિવસ, બસના 5 ટ્રીપના પ્રવાસ માટે માત્ર 1 રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવું પડશે. આ ઑફર માત્ર મર્યાદિત સમય માટે જ છે. જો તમે 24મી જુલાઈને રવિવારના રોજ 1 રૂપિયાની ફી ભરીને આ સેવા શરૂ કરો છો, તો તમે 30 જુલાઈ સુધી બસની 5 ટ્રીપ મફતમાં મેળવી શકો છો.

બસમાં મુસાફરી કરતી વખતે તમે આ ટિકિટ એક્ટિવેટ કરી શકો છો. તમારે ફક્ત સંબંધિત કંડક્ટરને ઉતરવાની જગ્યા જણાવવાની જરૂર છે, સ્કેન કર્યા પછી તમને તમારા મોબાઇલ સ્ક્રીન પર ઇ-ટિકિટ દેખાશે. “ચલો એપ” નો ઉપયોગ કરતા મુસાફરો જ આ સ્કીમનો લાભ લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- મુંબઈ શહેરના એક કાફેમાં પિઝાને અપાયાં નવાં રંગ-રૂપ- ટેસ્ટ કરવા માટે લાગે છે લોકોની લાઈન- જુઓ વિડીયો- જાણો વિગતે

મુસાફરોએ  દૈનિક ટિકિટ કેટલા રૂપિયાની હોય છે, તે પર્યાય પસંદ કરવો, તે મુજબ સુપર સેવર યોજનાઓ ઉપલબ્ધ થશે.

દાખલા તરીકે,

રૂ.5 ટિકિટ- 50 ટ્રીપ્સ (મહિના) રૂ.199

રૂ.10 ટિકિટ- 50 ટ્રીપ્સ (મહિના) રૂ.399

રૂ.5 ટિકિટ- 100 ટ્રીપ્સ (મહિના) રૂ.749

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *