News Continuous Bureau | Mumbai
Tulsi Lake Overflow : ગઈકાલથી મુંબઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે મુંબઈમાં પાણી જમા થઈ ગયા છે. સિસ્ટમ એલર્ટ મોડ પર છે. ભારે વરસાદ વચ્ચે મુંબઈવાસીઓ માટે ખુશીના સમાચાર છે… મુંબઈને પાણી પૂરું પાડતા તળાવો પૈકી મુંબઈ વિસ્તારમાં આવેલ તુલસી તળાવ આજે સવારે સાડા આઠ વાગ્યાથી મહાનગરપાલિકાનું ‘તુલસી તળાવ’ ઓવરફ્લો થવા લાગ્યું છે. ગયા વર્ષે પણ 20 જુલાઈ, 2023ના રોજ મધ્યરાત્રિએ લગભગ 1.28 વાગ્યે આ તળાવ ઓવરફ્લો થયું હતું.
Tulsi Lake Overflow :
804.6 કરોડ લિટર એટલે કે 8046 મિલિયન લિટરની ઉપયોગી પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતું આ તળાવ વર્ષ 2021 અને 2022માં 16 જુલાઈના રોજ ઓવરફ્લો થયું હતું. પાછલા વર્ષે એટલે કે વર્ષ 2020માં તુલસી તળાવ 27મી જુલાઈએ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું.
Tulsi lake inside #SanjayGandhiNationalPark #SGNP starts overflowing today. संततधार पावसामुळे आज मुंबईतील संजय गांधी राष्ट्रीय उद्यानातील तुळशी तलाव दुथडी भरून वाहू लागला. #MumbaiRains @mybmc @MahaDGIPR @CMOMaharashtra @mieknathshinde @Dev_Fadnavis @AjitPawarSpeaks @MahaForest pic.twitter.com/tU2kTUDjK2
— NETWA DHURI (@netwadhuri) July 20, 2024
જણાવી દઈએ કે મુંબઈ મહાનગર પાલિકાને પાણી પૂરું પાડતા તળાવોમાં, તુલસી તળાવ સૌથી નાનું છે અને દરરોજ સરેરાશ 18 મિલિયન લિટર (1.8 કરોડ લિટર) પાણી પૂરું પાડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર એન્જિનિયર વિભાગે માહિતી આપી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં આ તળાવના કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થવા લાગ્યું છે.
Tulsi Lake Overflow : તુલસી તળાવ વિશે મહત્વની માહિતી સંક્ષિપ્તમાં નીચે મુજબ છે
* આ તળાવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટરથી આશરે 35 કિલોમીટર (લગભગ 22 માઈલ) દૂર છે.
* આ કૃત્રિમ તળાવનું નિર્માણ વર્ષ 1879માં પૂર્ણ થયું હતું.
* આ તળાવના નિર્માણ પાછળ લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
* આ તળાવનો કેચમેન્ટ એરિયા લગભગ 6.76 કિમી છે અને જ્યારે સરોવર ભરાઈ જાય છે ત્યારે પાણીનો વિસ્તાર લગભગ 1.35 ચોરસ કિમી છે.
* જ્યારે સરોવર ભરાઈ જાય છે, ત્યારે તળાવમાં ઉપયોગી પાણીનો સંગ્રહ 804.6 કરોડ લિટર છે. (8046 મિલિયન લિટર)
* તુલસી તળાવનું વહેતું પાણી વિહાર તળાવ સુધી પહોંચે છે.
આ સમાચાર પણ વાંચો : Grant Road Building Collapse: મુંબઈના આ વિસ્તારમાં બિલ્ડીંગની બાલ્કની થઇ ધરાશાયી, રહેવાસીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા; બચાવ કામગીરી ચાલુ..
Tulsi Lake Overflow : મુંબઈમાં લાગુ છે 10 ટકાનો પાણીકાપ
મહત્વનું છે કે આ ઉનાળામાં મુંબઈને પાણી પૂરું પાડતા મોટાભાગના તળાવો તળિયે પહોંચી ગયા હતા, તેથી મુંબઈ મહાનગરપાલિકાએ પાણીમાં 10 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લીધો હતો. જૂન મહિનામાં સંતોષકારક વરસાદના અભાવે મુંબઈગરાઓને પાણીની ચિંતા સતાવી રહી છે. જુલાઇ મહિનામાં કેટલાક દિવસો સુધી ભારે વરસાદને કારણે તળાવોમાં પાણીની સપાટી ઝડપથી વધી રહી છે. થોડા દિવસો પહેલા મુંબઈનું પવઈ તળાવ ભરાઈ ગયું હતું. તુલસી તળાવ હવે ભરાઈ ગયું છે. એટલે એવી સંભાવના છે કે જો આગામી થોડા દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો મુંબઈને પાણી પૂરું પાડતા બાકીના જળાશયો ટૂંક સમયમાં ભરાઈ જશે. જેથી મુંબઈમાં પાણી કાપ રદ કરવામાં આવશે.