240
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ભારત ડાયમંડ બુર્સની બહાર બુધવારના દિવસે જોરદાર હંગામો જોવા મળ્યો. વાત એમ બની કે ભારત ડાયમંડ બુર્સની સિક્યુરિટીએ એકાએક એન્ટ્રી લેનાર તમામ લોકોનાં કાર્ડ ડીઍક્ટિવેટ કરી નાખ્યાં. એટલે કે તમામ લોકોનાં કાર્ડ બંધ થઈ ગયાં. પરિણામ સ્વરૂપ ડાયમંડ બુર્સની બહાર સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. બહાર રહી ગયેલા લોકોમાં દલાલો, વેપારીઓ અને હીરાબજારમાં કામ કરી રહેલા કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઘટનાસ્થળ પર પોલીસ આવી પહોંચી હતી તેમ જ મૅનેજમેન્ટ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે હવે લોકડાઉન પતશે નહીં ત્યાં સુધી કોઈને પ્રવેશ નહીં મળે.
ભારત ડાયમંડ બુર્સની બહાર હંગામો : બધાની એન્ટ્રી બંધ#Bharatdiamondbourse #Entry #close #BKC #Mumbai pic.twitter.com/unAdBjeZdp
— news continuous (@NewsContinuous) May 19, 2021
You Might Be Interested In