News Continuous Bureau | Mumbai
વિરાર રેલવે સ્ટેશન(Virar Railway station) પર એસ્કેલેટર(escalator) પર પ્રવાસીની(Commuter) સાથે મારપીટ કરીને તેને લૂંટી લેનારા(Robbers) બે આરોપીઓને વિરાર ગર્વમેન્ટ રેલવે પોલીસે (GRP) પોલીસે પકડી પાડ્યા હતા. જોકે બે આરોપી હજુ પોલીસને હાથ ચઢ્યા નથી.
#સીસીટીવી ફુટેજની મદદથી #વિરાર #રેલવેસ્ટેશન પર પ્રવાસીને લૂંટનારા બે #આરોપીઓ ઝડપાયા, બે હજી #લાપત્તા.. જાણો વિગતે#Mumbai #Westernrailway #virar #railwaystation #andheri #escalator #robber #GRP #RPF pic.twitter.com/It22X1X6D7
— news continuous (@NewsContinuous) May 20, 2022
રવિવારે વહેલી સવારે પ્રવાસીની એસ્કેલેટર પર મારપીટ કરીને તેને લૂંટી લેવાનો વિડિયો વાયરલ(Video viral) થયા બાદ રેલવે પોલીસ(Railway Police) હરકતમાં આવી ગઈ હતી. વિરાર GRPએ તાત્કાલિક આ ટોળકીને શોધવા કામગીરી હાથ ધરી હતી. જેમાં છટકું ગોઠવીને બુધવારે વેસ્ટર્ન રેલવેના(Western Railway) ચર્ની રોડ સ્ટેશન(Charni Road Station) પરથી 20 વર્ષના કરણ કર્વા અને 19 વર્ષના શાહરૂખ ખાનની ધરપકડ કરી હતી. ચાર લોકો ચાલતા એસ્કેલેટર પર પ્રવાસીની મારપીટ કરતા હોવાનું સીસીટીવીમાં(CCTV) રેકોર્ડ થઈ ગયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ વિરાર રહેતો સચિન પવારે 15 મેના અંધેરી સ્ટેશન(Andheri station) પરથી રાતના 1.34 વાગ્યાની ચર્ચગેટ-વિરાર ટ્રેન (Local train)પકડી હતી. તેણે ચર્ચગેટ(Churchgate) તરફનો લગેજ ડબ્બો પકડ્યો હતો. રાતના 2.30 વાગે તે વિરાર સ્ટેશન પર ઉતર્યો હતો. તેની સાથે જ લગેજ કમ્પાર્ટમેન્ટમાં(Luggage compartment) રહેલા ચાર લોકો પણ ટ્રેન વિરારમાં પ્લેટફોર્મ નંબર 3 પર આવી ત્યારે ઉતર્યા હતા. આ ચારેય લોકોમાંથી એકે સચિન સાથે વાત કરવાનું ચાલુ કર્યુ હતું અને તેઓ સાથે એસ્કેલેટર પર ચઢ્યા હતા. અચાનક તેણે સચિનને એસ્કેલેટર પર ધક્કો મારીને પાડી નાખ્યો હતો અને તેને મારવાનું ચાલુ કરી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : શાબ્બાશ!! RPF જવાનોની સતર્કતાએ મોબાઈલ ચોરટો પકડાયો… જાણો વિગતે
સીસીટીવીના રેકોર્ડિંગ મુજબ આ યુવકે સચિનને મારવાનું ચાલુ કર્યું હતું. જ્યારે તેના અન્ય ત્રણ સાથીદાર એસ્કેલેટરથી ઉપર ચઢીને ઉપર તેની રાહ જોઈ રહ્યા હતા. જેવું એસ્કેલેટર ઉપર પહોંચ્યું આ ત્રણેય મળીને સચિનના ગળામાં રહેલી સોનાની ચેનની સાથે ખિસ્સામાં રહેલો મોબાઈલ છીનવીને ભાગી છૂટ્યા હતા.
સચિને વિરાર GRPમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજને(CCTV footage) આધારે તપાસ ચાલુ કરી હતી. તેમાં એક સીસીટીવી ફુટેજમાં એક આરોપી મરીન લાઈન્સ સ્ટેશન પરથી ચઢયો હોવાનું જણાયું હતું.
પકડી પાડવામાં આવેલો શાહરૂખ નામનો આરોપી વિરારનો તો બીજો આરોપી જુહુની એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હોવાનું જણાયું હતું. બંને સામે રેલવે પરિસરમાં(railway premises) કોઈ ગુનો નોંધાયો નથી. પરંતુ શાહરૂખ સામે ગિરગાંવમાં વી.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે. પોલીસ તેમના બીજા બે સાથીદારોને હજી શોધી રહી છે.