Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ મેં પબ્લિક પ્રોસિક્યુટર પદેથી રાજીનામું આપ્યું.. હવે હાઈ પ્રોફાઈલ એવા 29 કેસનું શું થશે.

Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમણે પબ્લિક પ્રોસિક્યુટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ પોતાનું ધ્યાન ચૂંટણી પર કેન્દ્રિત કરવા માંગે છે.

by Hiral Meria
Ujjwal nikam resigned as public prosecutor, what will happen of 29 high profile case

News Continuous Bureau | Mumbai

Ujjwal Nikam :  મુંબઈ શહેરની ઉત્તર મધ્ય સીટ પર ઉજ્જવલ નિકમ વિરુદ્ધ  વર્ષા ગાયકવાડ ચૂંટણી ( Lok Sabha Election ) લડી રહ્યા છે. આ સમયે તેઓ મહારાષ્ટ્ર સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ પર નિયુક્ત છે. સ્વાભાવિક રીતે કોર્ટમાં અત્યારે સુનાવણીનો દોર ચાલુ છે ત્યારે તેઓ સરકારી કામ શી રીતે કરી શકે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આથી તેમણે સરકારી પદ પરથી રાજીનામું આપ્યું છે.   

Ujjwal Nikam :  ઉજ્જવલ નિકમ પાસે કયા મહત્વપૂર્ણ કેસ હતા. 

 ઉજ્જવલ નિકામ ( Public Prosecutor ) પાસે આશરે 29 જેટલા હાઈ પ્રોફાઈલ કેસ હતા જેમાંના અમુક કેસ મુંબઈ શહેર સાથે સંકળાયેલા હતા.. ખાસ કરીને 26/11 નો આતંકવાદી હુમલો ( terrorist attack ) અને તે સંદર્ભે નો મહત્વપૂર્ણ કેસ તેની પાસે છે. આ ઉપરાંત લૈલા ખાન મર્ડર કેસ. દિલ્હી ખાતે ફિલ્મ ડાયરેક્ટરની હત્યા. અને બીજા અનેક મહત્વપૂર્ણ કેસ ઉજ્જવલ નિકમ પાસે છે.

આ સમાચાર પણ વાંચો :  Juhu Beach : જુહુ બીચ નો બંધ થવાનો તેમજ સવારે ખુલવાનો સમય કયો? આર.ટી.આઈ માં મહત્વપૂર્ણ માહિતી સામે આવી.

Ujjwal Nikam :  ઉજ્જવલ નિકમ નેતા બનશે ત્યારબાદ વકીલાત કરશે ખરા

 ઉજ્વલ નિકમ નેતા બન્યા બાદ વકીલાત ( Advocacy ) કરશે કે નહીં કરે તે સંદર્ભે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી..  ભૂતકાળમાં ભારત દેશમાં એવા અનેક સાંસદો થયા છે જેઓ સાંસદ પદ પર રહીને વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ સૂચિમાં રામજેઠમલાણી, કપિલ સિબલ, પી ચિદમ્બરમ, અભિષેક મનુ સંઘવી  અને આવા બીજા અનેક નામ શામેલ છે.  જોકે તેઓ વકીલાત કરશે કે પછી પૂરી રીતે નેતાગીરી કરશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. 

 

Join Our WhatsApp Community

You may also like