Site icon

મુંબઈમાં ફરી ગેંગસ્ટરોનો હાઉ- ફેરિયાઓ પાસેથી હપ્તાખોરીનો આતંક ફરી ફૂલ્યો ફાલ્યો

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં(Mumbai) લાગે છે ફરી એક વખત ગુંડાઓને(bullies) પોલીસનો ડર રહ્યો નથી. તાજેતરમાં ગેંગસ્ટરોએ(Gangsters) મુંબઈ શહેર(Mumbai city) અને ઉપનગરોમાં(suburbs) ફેરિયાઓ(hawkers ) પાસેથી પૈસા પડાવવા માટે હથિયારોનો ઉપયોગ(using weapons) કરીને તેમને ધમકાવ્યો હોવાનો બનાવ બન્યો છે.  મુંબઈના બાંદ્રા(Bandra) અને સાંતાક્રુઝમાં(Santa Cruz)  તાજેતરમાં બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

Join Our WhatsApp Community

મળેલ માહિતી મુજબ બાંદ્રામાં ગેંગસ્ટરોએ ફેરિયાઓને(hawkers) મારી નાખવાની ધમકી આપી હતી, જ્યારે સાંતાક્રુઝમાં કેટલાક ગુંડાઓએ ફેરિયાઓને ધમકાવીને તેમની પાસેથી દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો માંગ્યો હતો.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં ફૂટપાથ(footpath) પર બેસતા ફેરિયાઓ પાસેથી દર મહિને 'પ્રોટેક્શન મની'ના(Protection Money) નામે કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી રહી છે. આ હપ્તા વસૂલીમાં મહાનગરપાલિકા(BMC), પોલીસ પ્રશાસન(Police Administration), સ્થાનિક આગેવાનો(Local Leaders) સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. ગુંડાઓએ પણ આ હોકરોને ધાકધમકી આપીને હપ્તા વસૂલવાનું શરૂ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના NCBના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેને કાસ્ટ વેરિફિકેશન કમિટીએ આપી આ રાહત- જાતિને લઈને તેમની સામે થઈ હતી ફરિયાદ

મુંબઈના ફૂટપાથ(Mumbai Foot path) પર બેઠેલા અનધિકૃત ફેરિયાઓનું(Unauthorized hawkers ) દૈનિક ટર્નઓવર(Daily turnover) સેંકડો કરોડનું છે, કોઈ પણ પ્રકારનો ટેક્સ કે ભાડું ચૂકવ્યા વિના આ ફેરિયાઓ સામે પગલાં ન લેવાના નામે પોલીસ અને નગરપાલિકા પ્રશાસનને(Municipal Administration) મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે, જેથી આ ફેરિયાઓ રસ્તા પર બિન્દાસ પોતાનો ધંધો ચાલુ રાખે છે.

ગુંડાઓની ગેંગે(Gangs of gangsters) ફૂટપાથ પર ગેરકાયદે ધંધો(Illegal business) કરતા ફેરિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પ્રોટેક્શન મનીના નામે ફેરિયાઓ પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું છે. તે પહેલા આ ટોળકીએ ફેરિયાઓમાં ડર ઊભો કરવા માટે ફેરિયાઓને હથિયારોથી ધમકાવીને અને ગોળીબાર કરીને આતંક ફેલાવવાનું શરૂ કર્યું છે.

ગુરુવારે રાત્રે બાંદ્રા વેસ્ટ લિંકિંગ રોડ(Bandra West Linking Road) પર ગોળીબારનો બનાવ બન્યો હતો, જેમાં ત્રણ મોટરસાઇકલ પર સવાર લુખ્ખાઓએ હવામાં ગોળીબાર કર્યો હતો અને ફેરિયાઓને ધમકી આપી હતી. સાંતાક્રુઝમાં પણ કેટલાક ગુંડાઓએ ફેરિયાઓને હથિયારોથી ધમકાવીને દર મહિને રૂ. 10,000ના હપ્તાની માંગણી કરી હતી. આ બંને ઘટનાઓ સંબંધિત પોલીસ સ્ટેશનમાં(Police station) નોંધવામાં આવી છે. પરંતુ પોલીસ સ્ટેશનમાં નોંધ ન થાય તેવી ઘટનાઓ મુંબઈમાં દરરોજ બની રહી છે. કેટલાક ફેરિયાઓના એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વિના જ હોકર્સ હપ્તા ભરીને ધંધો કરી રહ્યા છે.
 

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version