News Continuous Bureau | Mumbai
Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન ઉત્તર મુંબઈના સાંસદ શ્રી પીયૂષ ગોયલે ઉત્તર મુંબઈની ( North Mumbai ) મ્યુનિસિપલ કૉર્પોરેશન શતાબ્દી સ્કૂલથી તેમનો પ્રવાસ શરૂ કર્યો. શતાબ્દી મ્યુનિસિપલ સ્કૂલ, ચિંચોલીના 1200 વિદ્યાર્થીઓના દરેક વર્ગ રૂમની મુલાકાત લઈને વાતચીત કરી. વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી ગણપતિની મૂર્તિઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે શ્રી ગોયલે વિદ્યાર્થીઓને પૂછ્યું કે શાળાના બાળકોને કયા મહત્વના સાધનોની જરૂર છે? બાળકોએ આતુરતાપૂર્વક પિયાનો જેવા સંગીતનાં સાધનો સહિત ઘણી વસ્તુઓ માંગી. શ્રી ગોયલે ઉપસ્થિત શિક્ષકો પાસેથી શાળામાં કેટલા કોમ્પ્યુટર છે તે અંગે પણ પૂછપરછ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, પૂર્વ કાઉન્સિલર યોગીતા કોળી સહિત અધિકારીઓ અને શિક્ષક સમાજ ઉપસ્થિત રહ્યા હતા.
આ પછી શ્રી ગોયલે મલાડમાં નિર્માણાધીન મીઠ ચોકી ફ્લાયઓવરનું ( Mith Chowky Flyover ) નિરીક્ષણ કર્યું, આ સમયે શ્રી ગોયલે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગના અધિકારી શ્રી દિઘાવકર, ડીએમસી શ્રી શંકર રાવ અને આરટીઓ અધિકારી સાથે આ પુલનું કામ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. આ પુલ સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરી શહેરીજનો માટે ઉપલબ્ધ થાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સૂચનાઓ આપવામાં આવી હતી.
मुंबई का पहला वैदिक थीम पार्क!
6.5 एकड़ जमीन पर बन रहा यह पार्क चारों वेदों ‘ऋग्वेद, सामवेद, यजुर्वेद और अथर्ववेद’ पर केंद्रित होगा जिसमें भारतीय संस्कृति की झलक साफ देखी जा सकेगी। यहां 600 प्रकार के विभिन्न पेड़ लगाने तथा लोगों में आयुर्वेद के प्रति भी जागरूकता फैलाने का प्रयास… pic.twitter.com/GQvSyaL6PU
— Piyush Goyal (@PiyushGoyal) August 22, 2024
આ પ્રસંગે પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) , ધારાસભ્ય સુનીલ રાણે( Sunil Rane ) , ધારાસભ્ય યોગેશ સાગર ( Yogesh Sagar ) , પૂર્વ કોર્પોરેટર બાલા તાવડે, કમલેશ યાદવ, સેજલ દેસાઈ, જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, જિલ્લા પદાધિકારી અને મલાડ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃ Rashtriya Vigyan Puraskar 2024: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર-2024 કર્યા એનાયત, પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યા આટલા એવોર્ડ.
મલાડમાં નિર્માણાધીન 600 એકરના વૈદિક પાર્કનું નિરીક્ષણ કરતી વખતે, શ્રી ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી “એક પેડ માં કે નામ” પહેલ હેઠળ 100 વૃક્ષો વાવમાં આવશે તેની પ્રતીકાત્મક શરૂઆત કરી.
આ પછી તેમણે અથર્વ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
આ પ્રસંગે પત્રકાર મિત્રો સાથેની ખાસ વાતચીતમાં તેમણે તમામ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો અને ઉત્તર મુંબઈને કઈ રીતે ઉત્તમ મુંબઈ બનાવવામાં આવશે તે પણ જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)