News Continuous Bureau | Mumbai
Piyush Goyal: મુંબઈ મહાનગરપાલિકા, ઝુંપડપટ્ટી પુનર્વસન પ્રાધિકરણ, મ્હાડા અને એમએમઆરડીએના અધિકારીઓ સાથેની સંયુક્ત બેઠકમાં ઉત્તર મુંબઈ અને મુંબઈમાં વિવિધ અટકેલા પ્રોજેક્ટ્સના અમલીકરણ અંગે તેમજ ટ્રાફિકની સમસ્યાનો ( Traffic problems ) ઉકેલ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે તેવી માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે બુધવારે આપી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના ( BJP ) પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા. આ અવસરે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.ભાગવત કરાડ, ધારાસભ્ય યોગેશ સાગર,ધારાસભ્ય મનીષા ચૌધરી,ધારાસભ્ય સુનિલ રાણે, ભાજપના પ્રદેશ પ્રવક્તા ગણેશ ખણકર ઓમપ્રકાશ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.

Union Minister Piyush Goyal’s assurance, along with the stalled project in North Mumbai, these works will also be completed.
શ્રી. ગોયલે કહ્યું કે આ બેઠકમાં કાંદિવલી ખાતે 37 એકર જમીન પર આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ( International sports complex ) બનાવવાના પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજની બેઠક બાદ છેલ્લા 20-25 વર્ષથી અટવાયેલા નેશનલ સ્પોર્ટ્સ ઓથોરિટીના પ્રોજેક્ટને હાથ ધરવાનો માર્ગ મોકળો થયો છે. ભવિષ્યમાં અહીં એશિયન, નેશનલ, કોમનવેલ્થ અને ઓલિમ્પિક સ્તરના ખેલાડીઓને તાલીમ આપવામાં આવશે તેમ શ્રી ગોયલે કહ્યું. આ બેઠકમાં લીધેલા વિવિધ નિર્ણયોને કારણે મુંબઈગરાની જીવન સગવડભર્યું થશે તેમ પણ શ્રી ગોયલ જણાવ્યું હતું.
કાંદિવલી ( Kandivali ) ખાતે કૌશલ્ય વિકાસ કેન્દ્ર આગામી બે મહિનામાં અને શિમ્પોલીમાં કૌશલ્ય વિકાસ કેન્દ્ર આગામી 6-8 મહિનામાં કાર્યરત થશે. ગોયલે કહ્યું કે આ બહુવિદ્યા સેન્ટરોથી પાલઘર સુધીના રહેવાસીઓને લાભ થશે તેમ શ્રી. ગોયલે જણાવ્યું હતું. મુંબઈગરાની વાહતુક સમસ્યાઓ નું નિરાકરણ લાવી જીવન સગવડભર્યું કરવાના પ્રયત્નો પણ ચાલુ હોવાનું શ્રી ગોયલ જણાવ્યું હતું. અકુર્લી વેસ્ટર્ન એક્સપ્રેસ વે ( Akurli Western Expressway ) પર અંડરપાસનું કામ અટકી ગયું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પરંતુ બેઠકમાં MMRDA અધિકારીઓએ આગામી 15 દિવસમાં તે કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ટાટા કંપનીને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન બનાવવા વિનંતી કરવામાં આવી છે. શ્રી ગોયલે કહ્યું કે પોલીસ ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા કર્યા પછી, જ્યાં ટ્રાફિક જામ હોય ત્યાં વધારાના ટ્રાફિક પોલીસને તૈનાત કરવા વિનંતી કરીને તાત્કાલિક એક વ્યાપક યોજના તૈયાર કરવામાં આવશે.

Union Minister Piyush Goyal’s assurance, along with the stalled project in North Mumbai, these works will also be completed.
આ સમાચાર પણ વાંચો: PM Modi Young Liu: PM મોદીની ફોક્સકોનના ચેરમેન યંગ લિયુ સાથે મુલાકાત , ભારતમાં રોકાણ યોજનાઓની કરી ચર્ચા
આ બેઠકમાં દરેકને હકનું ઘર આપવા માટે પેન્ડિંગ હાઉસિંગ અને રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી ગોયલ એ પણ જણાવ્યું કે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) દરેક પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે નોડલ એજન્સી તરીકે કામોને નિયંત્રિત કરશે અને પૂર્ણ કરશે તેમ શ્રી ગોયલે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીની ‘એક પેડ માં કે નામ’ યોજના મુજબ ઉત્તર મુંબઈમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા એક લાખ વૃક્ષો વાવવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.