ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ મંગળવારે સવારે મુંબઇની લોકલમાં પ્રવાસ કર્યો અને પ્રવાસીઓને મળનારી સુવિધાઓની સમીક્ષા કરી હતી, જેની જાણકારી અધિકારીઓએ આપી છે.
રેલવેના રાજ્યકક્ષાના પ્રધાનનો કારભાર સંભાળ્યા બાદ પ્રથમ વાર તેમણે મુંબઇની મુલાકાત લીધી.
દાનવે કુર્લા જનારી ધીમી લોકલમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરથી ચડ્યા હતા, ત્યાર બાદ દાદર સ્ટેશને ઊતર્યા હતા. ૨૦થી ૨૫ મિનિટના પ્રવાસ દરમિયાન તેમણે પ્રવાસીઓ અને મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી. દાદર સ્ટેશન પર તેમણે જુદી-જુદી પ્રવાસી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કહ્યું હતું કે મેટ્રો શહેરમાં દાદર સહુથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે.
મુંબઈના પ્રવાસીઓનો પ્રવાસ સુલભ અને સુરક્ષિત બને એ માટે યોજનાઓ બનાવીશું એવું દાનવેએ જણાવ્યું હતું.
