ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
સમાજના ત્રીજા વર્ગને સશક્ત કરવા અને વધુ તક પ્રદાન કરવાના લક્ષ્ય સાથે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈમાં એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)એ વ્યંડળ સમાજ માટે એક શાળા શરૂ કરી છે જે મફત શિક્ષણ આપશે. વસઈમાં ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા શિક્ષણની ખૂબ ઓછી તક ઉપલબ્ધ હોવાની વાત કરી હતી એથી આ શાળાનો પ્રારંભ કર્યો હતો.
NGOનાં સ્થાપક અને અધ્યક્ષ રેખા ત્રિપાઠીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે તેઓ ભારપૂર્વક માને છે કે દરેકને તેમના લિંગને ધ્યાનમાં લીધા વિના શિક્ષણનો સમાન અધિકાર છે. અત્યાર સુધીમાં લગભગ 25 પુખ્ત વયના લોકો અને થોડાં બાળકોએ શાળામાં દાખલો લીધો છે. શિક્ષણની સીમિત તક ઉપલબ્ધ હોવાથી આ સમાજને વ્યાવસાયિક તક પણ નહિવત્ છે અને તેમણે માગીને ખાવાનો વારો આવે છે. એથી આ શાળા શરૂ કરવામાં આવે છે.
સ્કૂલો, કૉલેજો બંધ હોવાથી આ ઇન્ડસ્ટ્રીને કેમ પડ્યો મોટો ફટકો? જાણો વિગત
તેમણે ઉમેર્યું હતું કે "થોડાં વર્ષો પહેલાં, એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ મને સમજાવ્યું કે આ સમુદાયના ઘણા લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેમની પાસે પાયાની શિક્ષણ સુવિધાનો પણ અભાવ છે.”