ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર
મુંબઈગરા લાંબા સમયથી શિયાળાની ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે ઠંડીને બદલે મુંબઈગરા ભર શિયાળાની મોસમમાં ચોમાસાની મોસમનો અનુભવ કરી રહ્યા છે. મુંબઈમાં વહેલી સવારથી વાદળિયું વાતાવરણ રહ્યું હતું. સવારના સમયમાં વરસાદના ઝાપટાં પડયા બાદ મોટાભાગના વિસ્તારમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો.
મુંબઈમાં સવારથી વાદળિયું વાતાવરણની સાથે જ હળવા વરસાદના ઝાપટા પડયા હતા. જોકે 12 વાગ્યાથી મુંબઈમા મોટાભાગના વિસ્તારમાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. દક્ષિણ મુંબઈ સહિત ઉપનગરમાં બોરીવલી, કાંદિવલી, અંધેરી, બાંદરા, સાંતાક્રુઝ, બાંદરા, ઘાટકોપર, મુલુંડ, સાયન, દાદર સહિત દક્ષિણ મુંબઈના મોટાભાગના વિસ્તારમાં બપોરના ભારે વરસાદ પડી રહ્યો હોવાનું જણાયું છે.
માસ્કને લગતો તકલઘી નિર્ણય પાછો ખેંચવાની આ સંસ્થાએ કરી મુખ્ય પ્રધાનને માગણી, જાણો વિગત
વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. તેથી મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે. હવામાન ખાતાએ મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરીને વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે. ત્યારે હવામાન ખાતાના અધિકારી શુભાંગી ભુટેએ જણાવ્યું હતું કે સાઉથ ઈસ્ટ અરેબિયન સી એટલે કે અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ માલવિયા પાસે સાયકલોલિક સર્ક્યુલેશન સર્જાયુ છે. તેથી હવાનું ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાયુ છે. તેથી મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણમાં તેનો પ્રભાવ જણાશે. તેથી મુંબઈ સહિત થાણે, નવી મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારોમાં આજે મેઘગર્જના સાથે વરસાદ પડશે. જોકે ગુરુવારે વરસાદનું જોર વધશે. ખાસ કરીને કિનારપટ્ટીના વિસ્તાર ગણાતા દક્ષિણ મુંબઈની સાથે પશ્ચિમ પરામાં વરસાદનું જોર વધારે રહેશે. મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણમાં પણ વરસાદનું