ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ ટેન્શન વધ્યું મુંબઈના વાહનમાલિકોનુ, કારણ જાણી ચોંકી જશો. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 22 ડિસેમ્બર 2021

બુધવાર.

ઉત્તર પ્રદેશમાં બહુ જલદી વિધાનસભાની 2022માં થનારી ચૂંટણીની તારીખો જાહેર થાય એવી શક્યતા છે. જોકે ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ મુંબઈના વાહનમાલિકાનું ટેન્શન વધી જવાનું છે. ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશમાં વાહનોની મોટી ડિમાન્ડ હોય છે. આ માગણી મુંબઈ, થાણે, નવી મુંબઈ જેવા શહેરોમાંથી પૂરી કરવામાં આવી છે. જોકે ઉત્તર પ્રદેશ માટે આ વાહનો ભાડા પર નહીં પણ આ શહેરોમાંથી ચોરી કરીને લઈ જવામાં આવે છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સમયે વાહનોની જબરી ડીમાંડ ઉપડતી હોય છે. તસ્કરોની આખી ટોળકી મુંબઈ, થાણે અને નવી મુંબઈ જેવા શહેરોમાંથી વાહનો ચોરીને ત્યાં સપ્લાય કરતા હોય છે. મુંબઈમાં પોલીસની કારની ચોરીના કેસની તપાસમાં આ ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે પણ ચોરીના વાહનોને ઉત્તર પ્રદેશમાં મેરેઠ શહેરમાં જયાં મોટામાં મોટી સ્ક્રેપની બજાર આવેલી છે ત્યાં મોકલવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ, બિહાર જેવા રાજ્યમાં પંચાયતની ચૂંટણી હોય અથવા સ્થાનિક સ્તરની ચૂંટણી હોય મોટા પ્રમાણમાં વાહનોની ડિમાન્ડ હોય છે.
 

વાહ! બસ સ્ટોપ પર બસ કયારે આવશે તેનો હવે સમય જાણી શકાશેઃ બેસ્ટની ‘ચલો ઍપ’ લોન્ચ; જાણો વિગત

મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં રસ્તા પર ઊભા કરવામાં આવેલા વાહનોની ચોરી કરીને તેને બનાવટી નંબરની પ્લેટ લગાવીને દસ્તાવેજો તૈયાર કરી રાજ્યની બહાર મોકલી દેવામાં આવતા હોય છે. ખાસ કરને બિહારમાં સ્કોર્પિયો, ઝાયલો, બોલેરો જેવા વાહનોની જબરી માંગ હોય છે. ટુ વ્હીલરમાં પણ બુલેટ અને મોંઘી બાઈકસની  પણ બહુ માગણી હોય છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *