Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: મુંબઈમાં સામાન્ય નાગરિકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધની શક્યતા નહીંવત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,8 જાન્યુઆરી 2022  

Join Our WhatsApp Channel

 શનિવાર. 

મુંબઈમાં કોરોના ભયજનક રીતે વધી રહેલા કેસને પગલે શું ફરી એક વખત લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકના પ્રવાસ પર પ્રતિબંધ આવી જશે એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે વેક્સિનેટેડ લોકોના રેલવે પ્રવાસથી કોઈ જોખમ ન હોવાનું કહ્યું છે. તેથી મુંબઈગરાને હાલ પૂરતી રાહત થઈ છે.

કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે હાલ હોસ્પિટલમાં દાખલ થયેલા અને ઓક્સિજન પર રહેલા અમુક દર્દીઓેએ કોવિડની વેક્સિન એક પણ ડોઝ લીધો ન હોવાનું જણાયું છે. વૅક્સિનના બંને ડોઝ લેનારાને પણ કોરોનાનો ચેપ લાગે છે પરંતુ તે દર્દી પાંચ દિવસે સાજો થઈ રહ્યો છે.  

ગત રાતથી મુંબઈમાં વરસાદ શરૂ. ઉત્તર મુંબઈમાં વહેલી સવારથી હળવા ઝાપટા પડયાં. જાણો શું છે મોસમનો વરતારો.

મુંબઈમાં હાલ 108 ટકા લોકોનો પહેલો ડોઝ તો 90 ટકા લોકોનો વૅક્સિન નો બીજો ડોઝ થઈ ગયો છે. તેથી તેમના  લોકલ ટ્રેનના પ્રવાસ કરવામાં કોઈ જોખમ નથી. તેથી હાલ પૂરતું લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના ન હોવાનું કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું.

BMC Pedestrian First Drive મુંબઈ મનપાની ‘પેડેસ્ટ્રિયન ફર્સ્ટ’ ઝુંબેશ આ વિસ્તારોમાં ફૂટપાથ પરથી ૧૫ ગેરકાયદે દુકાનો અને દબાણોનો સફાયો
MTNL Cable Theft કાંદિવલીમાં MTNL ના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ, સમતા નગર પોલીસે ૧૩ આરોપીઓની કરી ધરપકડ
Khar Maid Arrested Stealing Diamond Jewellery પહેલા જ દિવસે કર્યો હાથફેરો! ખારમાં નોકરાણી ₹45 લાખના ડાયમંડ જ્વેલરી સાથે ફરાર, પોલીસે કરી ધરપકડ
Mumbai Cheap Dollar Fraud સસ્તા ડોલરની લાલચ પડી ભારે! વિલે પાર્લેના મેડિકલ સ્ટોર સંચાલક સાથે થઈ લાખોની ઠગાઈ, જાણો કેવી રીતે ફસાયા
Exit mobile version