ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
દેશભરમાં આવતીકાલથી રસીકરણનો ખરો રસાકસીભર્યો ખેલ જામવાનો છે. આવતીકાલથી એટલેકે ૧લી એપ્રિલથી ૪૫ વર્ષથી વધુ વયના લોકોને આપવાની શરૂઆત થવાની છે.
મુંબઈ શહેરમાં લગભગ 40 લાખ લોકો 45 વર્ષ કે તેથી વધુ વયના છે. આવતીકાલથી વરિષ્ઠ નાગરિકો સાથે ૪૫ વર્ષથી વધુની વયના લોકો પણ વેક્સિન લેવા માટેની લાઇનમાં ઉભા રહેતા દેખાશે. મુંબઈ શહેરમાં અત્યાર સુધી ૨૦ ટકા લોકોએ એટલે કે લગભગ ૧૦ લાખ નાગરિકોએ જ વેક્સિન નો લાભ લીધો છે.
મુંબઇમાં અત્યારે લગભગ ૧૦૮ કોવિડ વેક્સિન સેન્ટર ઉપલબ્ધ છે. એમાંથી ૨૯ સેન્ટર મુંબઈ મહાનગરપાલિકાના ૧૩ સેન્ટર રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના છે, તો ૫૯ સેન્ટર પ્રાઇવેટ હોસ્પિટલમાં છે. આ સિવાય બીજી ૨૬ પ્રાઇવેટ હોસ્પિટલો વેક્સિન સેન્ટરની પરવાનગી માટે હરોળમાં છે. હાલમાં મુંબઈમાં દરરોજ લગભગ ૪૦ હજાર લોકોને વેક્સિન અપાય છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં મુંબઇમાં બે લાખ જેટલો વેક્સિન નો પુરવઠો ઉપલબ્ધ છે. તે છતાં મુંબઈ મહાનગરપાલિકા આવતીકાલથી થનારા વેક્સિન માટેના ધસારાને પહોંચી વળવા માટે સુસજ્જ છે.