ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે 2021
શુક્રવાર
કોરોનાને માત આપવા મોટી સંખ્યામાં વેક્સિનેશન આવશ્યક છે. મુંબઈ મહાનગરપાલિકાએ હવે ડૉર ટુ ડૉર એટલે દરેક હાઉસિંગ સોસાયટીમાં ખાનગી હૉસ્પિટલની મદદથી વેક્સિનેશન માટે મંજૂરી આપી છે, ત્યારે ઈશાન મુંબઈના સાંસદ મનોજ કોટકના મતવિસ્તારમાં તેમના પ્રયાસને પગલે ખાનગી હૉસ્પિટલ ફોર્ટિસ દ્વારા મુલુંડની એટમોસફીયર સોસાયટીમાં વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મનોજ કોટકના કહેવા મુજબ એટમોસફીયર સોસાયટી પહેલી સોસાયટી છે, જેમાં તમામ રહેવાસીઓને કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી છે.