ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
મુંબઈ મહાનગર પાલિકાએ આગામી ત્રણ દિવસ માટે વેક્સિનેશન કાર્યક્રમ બંધ કર્યો છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રચલિત મુજબ મુંબઈ મહાનગર પાલિકા પાસે હવે વેક્સિન નો સ્ટોક ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે આજના દિવસે એટલે કે ગુરુવારના રોજ મુંબઈ શહેરમાં 40 વેક્સીનેશન સેન્ટર ઓને બંધ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વેક્સીનેશન સેન્ટર ચાલુ હતા ત્યાં ઘણી લાંબી ભીડ હતી.
જોકે વેક્સિનેશન કાર્યક્રમ ઝડપથી ચાલતો હોવાને કારણે વેક્સિન પતી ગઈ છે. આતી મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ શહેરમાં વેક્સિન આપવાનો કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે.