Site icon News Continuous Bureau | Mumbai

Vande Bharat Train Trial: અમદાવાદ-મુંબઈ વચ્ચે ટૂંક સમયમાં દોડશે નવા રૂપ રંગવાળી વંદે ભારત ટ્રેન, ટ્રાયલ રનમાં 130ની સ્પીડે વંદે ભારત સડસડાટ દોડી; જુઓ વિડીયો..

Vande Bharat Train Trial: વંદે ભારત ટ્રેનને મળી રહેલા 100% પ્રતિસાદ અને ઓક્યુપન્સીને ધ્યાનમાં રાખીને, ટ્રાયલ રનની સફળતા બાદ દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. હાલની 16 કોચવાળી વંદે ભારત ટ્રેનને 20 કોચ સાથે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ ચલાવવામાં આવી રહી છે અને એ જોવા માટે કે કોચની સંખ્યા વધારવાથી સ્પીડમાં કોઈ ફરક પડે છે કે કેમ અને ટ્રેનને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી કેટલો સમય લાગે છે.

Vande Bharat Train Trial First 20-coach Vande Bharat train begins trial between Ahmedabad and Mumbai; check departure and arrival time

Vande Bharat Train Trial First 20-coach Vande Bharat train begins trial between Ahmedabad and Mumbai; check departure and arrival time

News Continuous Bureau | Mumbai

Vande Bharat Train Trial:ભારતીય રેલવે ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદની વચ્ચે ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જ ક્રમમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેનનું 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન શરૂ કર્યું છે. 20 કોચવાળી પહેલી વંદે ભારત ટ્રેન શુક્રવારે સવારે 7 વાગ્યે અમદાવાદથી રવાના થઈ હતી. તેની ટ્રાયલ રન અમદાવાદથી વડોદરા-સુરત થઈને બપોરે 12:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્યા બાદ સમાપ્ત થઈ. નવી ટ્રેને અમદાવાદ-મુંબઈની મુસાફરી 5.25 કલાકમાં પૂરી કરી હતી.

Join Our WhatsApp Channel

Vande Bharat Train Trial:મુંબઈ અને અમદાવાદની વચ્ચે દોડી ત્રીજી વંદે ભારત ટ્રેન

હાલમાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે 16 કોચની બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે. અમદાવાદથી 20 કોચની વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન, પહેલાથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્યા છે.

  Vande Bharat Train Trial:નવી વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, જે સ્પીડ અને સુવિધાઓમાં અન્ય ટ્રેનો કરતાં ચડિયાતી છે, સરેરાશ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને તેમાં 8 કે 16 કોચ છે. પરંતુ, હવે નવા લુક, સ્પીડ અને વધુ મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવતી વંદે ભારત ટ્રેન પણ પાટા પર આવી ગઈ છે. નવી વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. તે સફેદને બદલે કેસરી રંગનો છે અને તેમાં 20 કોચ પણ છે. નવી ટ્રેનની ટ્રાયલ રન અમદાવાદ-મુંબઈ વચ્ચે શુક્રવારે થઈ હતી. હાલમાં આ રૂટ પર બે વંદે ભારત દોડી દોડી રહી છે. નવી વંદે ભારત પણ ટૂંક સમયમાં આ રૂટ પર દોડતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Paris Olympics 2024 : ભારતના ખાતામાં વધુ એક મેડલ, રેસલર અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ..

નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગાંધીનગર અને મુંબઈ વચ્ચેની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી તે 1 ઓક્ટોબર, 2022 થી શરૂ થયું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bankipur ByElection Result 2026 બાંકીપુરમાં ભાજપનો ગઢ કેવી રીતે ધરાશાયી થયો? પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
  Trump Iran Attack Decision – ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરનો મોટો હુમલો કેમ અટકાવ્યો? નિર્ણય પાછળના 4 મોટા કારણો આવ્યા સામે
E20 Petrol Protest – E20 પેટ્રોલ મુદ્દે નિતિન ગડકરી સામે યુવક કોંગ્રેસનો વિરોધ, નાગપુરમાં ઘેરાવનો પ્રયાસ
BJP Setback in National President Bastion ભાજપને મોટો ફટકો રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં જ પ્રશાંત કિશોરની રણનીતિ સામે કમળ કમજોર, પ્રચંડ લીડ મેળવી
Exit mobile version