News Continuous Bureau | Mumbai
‘વંદે ભારત એક્સપ્રેસ’ જે સ્ટેશનો પર ઊભી રહે છે તે સ્ટેશનોની યાદીમાં બોરીવલીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ જાણકારી રાજ્યકક્ષાના રેલવે પ્રધાન દર્શના જરદોશે ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે કહ્યું છે કે પ્રવાસીઓને સફર કરવામાં રાહત મળે એ માટે વંદે ભારતને બોરીવલી સ્ટેશને પણ ઊભી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં, આ ટ્રેન બુધવારને બાદ કરતાં સપ્તાહના બાકીના તમામ દિવસોએ ચાલુ રહેશે. આ સાથે જ ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય ગોપાલ શેટ્ટી એ ટ્વિટ કરીને સરકારનો આભાર માન્યો હતો. . તેમજ તેમણે જુનો પત્ર વ્યવહાર પણ લોકો સમક્ષ આણ્યો હતો જેમાં તેમણે વંદે ભારત એક્સપ્રેસ ને બોરીવલી ખાતે રોકાણ માટેની મંજૂરી માંગી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ વાસીઓને રવિવારની રાત્રે જોરદાર ઠંડીનો અનુભવ થયો. તાપમાનમાં ઘટાડો!
આ ટ્રેન બોરીવલી ઉભી રહેશે તેને કારણે લોકોને ઘણો લાભ થશે. વાત એમ છે કે આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ થી શરૂ થતી હોવાને કારણે ઉત્તર મુંબઈના લોકો માટે આ ટ્રેનમાં સફર કરવું અશક્ય બન્યું હતું. . વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કરવા માટે ઉત્તર મુંબઈના પ્રવાસીઓને પહેલા એક કલાકનો રેલવે પ્રવાસ કરવો પડતો હતો. જેને કારણે ટ્રેન મુસાફરી વધુ સમય વેડફનાર બની હતી.
હવે રેલ્વે દ્વારા બોરીવલી ખાતે વંદે ભારતને સ્ટોપેજ અપાતા, લોકો આ ટ્રેનના સફરનો પૂરો આનંદ માણી શકશે.
For hassle free travel, stoppage at Borivali Station is approved for Gandhinagar – Mumbai Central Vande Bharat Express.
Additionally the train will now run on all days from Sunday to Saturday except Wednesday. pic.twitter.com/Kee5sFvDug
— Darshana Jardosh (@DarshanaJardosh) January 14, 2023