261
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મુંબઈ થી ગુજરાત જવા માટે વસઇ થી ભાયંદર ની ખાડી વચ્ચે આવેલા બ્રિજને કારણે અમુક વખત કલાકો સુધી સમય વેડફાતો હોય છે. હવે આ સંદર્ભે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૩૦ સુધી અહીં બંને તરફ ત્રણ લેનનો પૂલ બની ને તૈયાર થશે.
આ પુલ બનાવવા માટે જરૂરી એવી નવ એકર જમીન કેન્દ્ર સરકારે આપી દીધી છે તેમજ આશરે ચાર હેક્ટર જેટલી જમીન વનવિભાગે મહારાષ્ટ્ર સરકારને સોંપી દીધી છે. MMRDA આ માટે ૩૨ કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. બીજી તરફ કુલ ૧૦૦૦ કરોડના ખર્ચે આ પુલનું બાંધકામ આગામી દિવસોમાં શરૂ થઈ જશે અને વર્ષ ૨૦૨૪ સુધીમાં પતી જશે. આ પુલ બનતાની સાથે જ મુંબઈ અને ગુજરાત વચ્ચે નો માર્ગ વધુ સરળ બનશે અને લોકોનો સમય બચશે.
રસી રાજકારણનો છેદ ઊડી ગયો, મુંબઈમાં ભરપૂર રસી અવેલેબલ થતા ખાનગી સેન્ટર પણ કાર્યરત થયા.
You Might Be Interested In